Video: ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ સીઝન 16માં સેલેબ્સ

મુંબઈમાં આયોજિત ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ સીઝન સોળમાં ફિલ્મ અને કળા જગતના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી. આ ખાસ ઇવેન્ટમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક જાણીતા દક્ષિણ ભારતીય અભિનેતા રાણા દગ્ગુબાતી અને પ્રખ્યાત પત્રકાર સૌરભ દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વરિષ્ઠ અભિનેત્રી ભારતી આચરેકર અને બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી શેફાલી શાહે પણ કાર્યક્રમમાં હાજરી આપીને શોભા વધારી હતી. સર્જનાત્મકતા અને સિનેમાની આ ઉજવણીમાં આ દિગ્ગજોના આગમનથી મુંબઈની આ ઇવેન્ટ વધુ ખાસ અને યાદગાર બની ગઈ હતી.




