મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO : મૃત્યુની અફવાઓ બાદ પહેલીવાર જોવા મળી અભિનેત્રી કાજલ અગ્રવાલ

સોશિયલ મીડિયાના આગમન પછી અફવાઓ ઓછી નથી થઈ, પરંતુ વધી છે. દરરોજ સેલિબ્રિટીઝને લગતા આવા સમાચ

સોશિયલ મીડિયાના આગમન પછી અફવાઓ ઓછી નથી થઈ, પરંતુ વધી છે. દરરોજ સેલિબ્રિટીઝને લગતા આવા સમાચાર આવે છે જે લોકોના મનને ચકરાવે ચઢાવી દે છે. હવે થોડા દિવસ પહેલાના સમાચારને જ લઈ લો. 40 વર્ષીય કાજલ અગ્રવાલ વિશે સમાચાર આવ્યા હતા કે તેનું મૃત્યુ થયું છે.

સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થયા હતા કે કાજલ અગ્રવાલનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ અફવાઓ પછી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો હતો. જોકે, બાદમાં અભિનેત્રીએ પોતે આ અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. અભિનેત્રી હવે પહેલીવાર મૃત્યુની અફવાઓ પછી જાહરેમાં જોવા મળી છે.

ખોટા સમાચારો વચ્ચે પહેલી વાર કાજલ જોવા મળી

મૃત્યુની અફવાઓ વચ્ચે કાજલ અગ્રવાલ પહેલી વાર મુંબઈમાં જોવા મળી. બુધવારે તે ઘરની બહાર નીકળી અને પાપારાઝી કેમેરામાં કેદ થઈ ગઈ. તેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા અને વિડિયોમાં અભિનેત્રી કાળા ટોપ અને ડેનિમ જીન્સ પહેરેલા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. તેણે હસતાં હસતાં પોઝ આપ્યા છે. આ ઝલક તેના અકસ્માત અને મૃત્યુની અફવાઓ પર પૂર્ણવિરામ છે.

કાજલ અગ્રવાલે મૃત્યુની અફવાઓ પર શું કહ્યું હતું?

જ્યારે સિંઘમ અભિનેત્રીના અકસ્માત અને મૃત્યુની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી, ત્યારે તેણે એક પોસ્ટ દ્વારા તેને ફગાવી દીધી હતી. કાજલે પોસ્ટમાં કહ્યું, "મને કેટલાક પાયાવિહોણા સમાચાર મળ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મારો અકસ્માત થયો છે (અને હું હવે આ દુનિયામાં નથી) અને સાચું કહું તો, તે ખૂબ જ રમુજી છે કારણ કે તે સંપૂર્ણપણે ખોટું છે."

કાજલ અગ્રવાલે આગળ કહ્યું, "ભગવાનની કૃપાથી, હું તમને બધાને જણાવવા માંગુ છું કે હું બિલકુલ ઠીક છું, સુરક્ષિત છું અને સારું કરી રહી છું. હું તમને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો કે ફેલાવો નહીં. ચાલો આપણે આપણી ઉર્જા સકારાત્મકતા અને સત્ય પર કેન્દ્રિત કરીએ. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, કાજલ."

આ સમાચાર શેર કરો