તમે પણ ભારતીય વાયુસેનામાં અધિકારી બનવા ઈચ્છતા હોવ, તો પાસ કરવી પડશે આ પરીક્ષા
આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના પ્રોત્સાહક પરિણામો આવ્યા છે. 70 ટકાથી વધુ વિદ્યા

આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના પ્રોત્સાહક પરિણામો આવ્યા છે. 70 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવામાં સફળ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ધોરણ 12 પછી શું કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ તો તમે તમારા કરિયર સંબંધિત લક્ષ્યો નક્કી કર્યા હશે તો તમે જરૂર તે દિશામાં આગળ વધી શકો છો.
દેશપ્રેમની ભાવના સાથે ઘણા યુવક-યુવતીનું સપનું દેશના સૈન્ય બળમાં જોડાવાનું હોય છે. જો તમે એરફોર્સમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હોવ તો આ લેખ તમારા માટે મહત્ત્વનો છે. જેના માટે માત્ર એક પરિક્ષા પાસ કરવાની રહેશે. આવો વિગતવાર જાણીએ.
એર ફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC)
એર ફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC) ની સ્થાપના 4 જુલાઈ 1949ના રોજ એર સર્વિસ ટ્રેનિંગ કોર્પ્સ, હેમ્બલ, યુકેના સહયોગથી કરવામાં આવી હતી. ગ્રુપ કેપ્ટન જે બ્યુમોન્ટ ડીએફસી તેના પ્રથમ કમાન્ડન્ટ હતા. ત્યારબાદ કોલેજનું નામ “ટેકનિકલ ટ્રેનિંગ કોલેજ” (TTC) રાખવામાં આવ્યું હતું. બાદમાં ફરી પાછુ 1 જાન્યુઆરી 1957ના રોજ, TTCનું નામ બદલીને AFTC કરવામાં આવ્યું અને તેના પ્રથમ ભારતીય કમાન્ડન્ટ ગ્રૂપ કેપ્ટન એમજે ક્રિપલાની હતા.
એર ફોર્સ ટેકનિકલ કોલેજ (AFTC) એ ભારતીય વાયુસેના અને સંલગ્ન સેવાઓના પ્રશિક્ષણ એન્જિનિયરો ઉપરાંત, DRDO, HAL, ભારતીય એરલાઇન્સ અને ઘણા મિત્ર દેશોના અધિકારીઓને પણ પ્રશિક્ષિત કર્યા છે. તાલીમ કાર્ય એરોનોટિકલ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રોનિક્સ), એરોનોટિકલ એન્જિનિયરિંગ (મિકેનિકલ), મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ એડવાન્સ ટેક્નોલોજી (FOMSAT) અને જનરલ સર્વિસીસ ટ્રેનિંગ ફેકલ્ટી દ્વારા કરવામાં આવે છે. આ કોલેજ બેંગ્લોરના જલાહલ્લી વેસ્ટમાં સુબ્રતો મુખર્જી રોડ પર આવેલી છે.
આ રીતે એડમિશન મેળવો
આ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ AFCAT પરીક્ષા પાસ કરવી પડશે. જેના મેરિટના આધારે AFCAT ટેકનિકલમાં પ્રવેશ મેળવી શકો છો. આ પરીક્ષા ભારતીય વાયુસેના દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. ઉપરાંત, અરજી કરનાર ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ પરીક્ષામાં પ્રવેશ માટેની તમામ પાત્રતાની શરતોને પૂર્ણ કરે છે.
લાયકાત
AFCATની પરિક્ષા માટે ઓછામાં ઓછો 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ. જેમાં મેથ્સ અને ફિઝિક્સમાં 60 ટકા સાથે ઉતીર્ણ થયા હોવા જોઈએ. આ કોલેજમાં પ્રવેશ માટે AFCATની ટેકનિકલ શાખા માટે અરજી કરી રહેલા ઉમેદવારોની વય મર્યાદા 20 વર્ષથી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુમાં, ઉમેદવારો કોર્સની શરૂઆત સમયે અપરિણીત હોવા જોઈએ અને તાલીમ દરમિયાન લગ્નની મંજૂરી નથી. જો ઉમેદવાર તાલીમ સમયગાળા દરમિયાન લગ્ન કરે છે, તો તેને સેવામાંથી મુક્ત કરવામાં આવશે.








