મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

26 નવેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ભારતનો બંધારણ દિવસ, જાણો મહત્ત્વના તથ્યો

આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ લોકશાહી જાળવવાનું સૌથી મોટું કારણ ભારતનું બંધાર

26 નવેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ભારતનો બંધારણ દિવસ, જાણો મહત્ત્વના તથ્યો

આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ લોકશાહી જાળવવાનું સૌથી મોટું કારણ ભારતનું બંધારણ છે. દર વર્ષે 26 નવેમ્બરને આપણા દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બંધારણ દિવસ 26 જાન્યુઆરીએ કેમ ઉજવવામાં આવે છે, જો નહીં? તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંથી તમે આપણા બંધારણ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો અને તેની સાથે તમે અહીંથી ભારતના બંધારણના મૂળભૂત અધિકારો વિશે પણ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો: Board Exams / બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય, તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ

ભારતીય બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને તેની યાદમાં દર વર્ષે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બંધારણના અમલના બે મહિના પહેલા 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ આ દિવસે અનેક ચર્ચાઓ અને સુધારાઓ બાદ બંધારણને સ્વીકાર્યું હતું. આ કારણે દર વર્ષે 26 જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ દિવસની ઉજવણીનો નિર્ણય તેમના ઘડવૈયા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યો હતો.

આ દિવસની ઉજવણી 2015થી શરૂ થઈ હતી

અગાઉ બંધારણના અમલીકરણને કારણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ 19 નવેમ્બર 2015ના રોજ, સામાજિક ન્યાય મંત્રાલયે દર વર્ષે 26 નવેમ્બરના રોજ ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોને બંધારણ અને બંધારણીય મૂલ્યો વિશે માહિતી આપવાનો છે.

ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો

આપણું બંધારણ જાતિ, ધર્મ, ઉંચા-નીચને બાજુ પર રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આમાં દેશના દરેક નાગરિકને પછી તે અમીર હોય કે ગરીબ, બંધારણ હેઠળ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતના કેટલાક મૂળભૂત અધિકારો મહત્વપૂર્ણ છે.

  • સમાનતાનો અધિકાર.
  • સ્વતંત્રતાનો અધિકાર.
  • શોષણ સામે અધિકાર.
  • ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર.
  • સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો.
  • બંધારણીય ઉપાયોનો અધિકાર.

આ સમાચાર શેર કરો