સૈનિક સ્કૂલમાં કોણ કરી શકે છે અભ્યાસ? જાણી લો કેવી રીતે મળે છે એડમિશન
માતા-પિતા હંમેશા પોતાના બાળકોને દેશની ટોચની શાળાઓમાં ભણાવવાનું સપનું જુએ છે. જયારે ઘણા બાળકો પણ આવું જ સપનું જોતા હ

માતા-પિતા હંમેશા પોતાના બાળકોને દેશની ટોચની શાળાઓમાં ભણાવવાનું સપનું જુએ છે. જયારે ઘણા બાળકો પણ આવું જ સપનું જોતા હોય છે કે તેઓ દેશની સર્વ શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરે. આવી ઘણી શાળાઓ જેવી કે કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ વગેરે દેશની ટોચની શાળાઓની યાદીમાં સામેલ છે, જ્યાં પ્રવેશ મેળવવો સરળ નથી. આપણે સૈનિક સ્કૂલની વાત કરીએ તો તેમાં પ્રવેશ મેળવવા માટે પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પછી પણ, ઘણા તબક્કાઓ પસાર કર્યા પછી જ સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય છે.
વધુ માહિતી માટે, તમે ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ (AISSEE) ની સત્તાવાર વેબસાઈટ aissee.nta.nic.in જોઈ શકો છો. પરંતુ, તે પહેલા આ શાળાઓમાં કેવી રીતે પ્રવેશ મેળવવો અને તેના માટે કોણ પાત્ર છે તે વિશે વિગતવાર જાણી લો.
સૈનિક સ્કૂલમાં કોણ પ્રવેશ લઈ શકે છે?
સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટેની મોટાભાગની બેઠકો ભારતીય સશસ્ત્ર દળોના જવાનોના બાળકો માટે આરક્ષિત છે. પરંતુ, તમને જણાવી દઈએ કે આ સિવાય સામાન્ય નાગરિકોના બાળકો પણ અહીં પ્રવેશ મેળવી શકે છે. જો કે, તે પહેલા તે બાળકોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. સૈનિક સ્કૂલમાં પ્રવેશ પરીક્ષાના ધોરણો મુજબ ગુણ મેળવનાર દરેક ઉમેદવારને અહીં અભ્યાસ કરવાની તક મળે છે.
સૈનિક સ્કૂલમાં પ્રવેશ કેવી રીતે મેળવવો?
સૈનિક સ્કૂલમાં પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ માટે, AISSEE દ્વારા એક અરજી ફોર્મ જારી કરવામાં આવે છે. આમાં અરજી કરવા માટે, કેટેગરી અનુસાર ફી નક્કી કરવામાં આવે છે, જે ચૂકવ્યા પછી જ તમે ફાઈનલ સબમિટ કરી શકશો. તમને જણાવી દઈએ કે, માત્ર પરીક્ષા પાસ કરવી પુરતી નથી. બલ્કે, આ પછી કાઉન્સેલિંગની પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ થાય છે. આ તમામ પ્રક્રિયા પાસ કર્યા પછી જ વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકશે.
સૈનિક સ્કૂલમાં પ્રવેશનો લાભ
સારી શાળાઓની ફી ઘણી વધારે છે, જ્યાં બાળકોને ભણાવવા દરેક માતા-પિતા માટે સરળ નથી. આવી સ્થિતિમાં સૈનિક સ્કૂલમાં એડમિશન બાદ બાળકોને ઓછી ફીમાં ટોપ લેવલનું શિક્ષણ મળી શકે છે. અહીંથી પાસ આઉટ થયા બાદ વિદ્યાર્થી માત્ર એક સારો વ્યક્તિ જ નથી બનતો પણ તેની કારકિર્દીમાં પણ ઘણી પ્રગતિ કરે છે.








