મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

ડ્રાય પ્રમોશન શું છે? કોર્પોરેટ કર્મચારીને તેનાથી ફાયદો થાય છે કે નુકસાન

કોરોના મહામારી પછી વર્ક કલ્ચરમાં ઘણો બદલાવ આવ્યો છે. આ ફેરફારો કર્મચારીઓ માટે રાહત અન

ડ્રાય પ્રમોશન શું છે? કોર્પોરેટ કર્મચારીને તેનાથી ફાયદો થાય છે કે નુકસાન

કોરોના મહામારી પછી વર્ક કલ્ચરમાં ઘણો બદલાવ આવ્યો છે. આ ફેરફારો કર્મચારીઓ માટે રાહત અને માથાનો દુખાવો બંને લાવ્યા છે. આમાં  વર્ક ફ્રોમ હોમ એ એક ઉત્તમ ઉદાહરણ ગણી શકાય, ઘણા એવા કર્મચારીઓ હતા જેમને ઘરેથી કામ કરવાનું પસંદ હતું, જ્યારે કેટલાક કર્મચારીઓ એવા પણ હતા જેઓ ઓફિસ ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ તો વર્ક કલ્ચરની વાત છે પરંતુ હવે કોર્પોરેટ જગતમાં બીજી એક બાબત ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે અને તે છે 'ડ્રાય પ્રમોશન'. હજી ઘણા લોકો તેના વિશે જાણતા નથી, અત્યારે અપ્રેઝલનો સમય ચાલી રહ્યો છે અને આવી સ્થિતિમાં, ચાલો તમને ડ્રાય પ્રમોશન વિશે વિગતવાર જણાવીએ.

ડ્રાય પ્રમોશન શું છે?

ડ્રાય પ્રમોશનમાં, કંપનીઓ કર્મચારીની જવાબદારીઓ અને પદમાં વધારો કરે છે, પરંતુ પગાર વધારો નથી થતો. પગાર વધારો થાય તો પણ તે ખૂબ જ નજીવો હોય છે.

કંપની ડ્રાય પ્રમોશન શા માટે આપી રહી છે?

ડ્રાય પ્રમોશન એ કંપની દ્વારા તેના કર્મચારીઓને ઓછા બજેટમાં પોસ્ટની લાલચ આપીને રોકવાની રીત છે. જ્યારે ડ્રાય પ્રમોશનમાં, કંપની પગારમાં વધારો કર્યા વિના કર્મચારીને પદ અને કામ સોંપે છે અને તેમને કંઈક નવું શીખવાની તક આપે છે. ડ્રાય પ્રમોશનને લઈને કંપનીઓ જે ત્રીજો તર્ક આપી રહી છે તે એ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા પછી માર્કેટમાં નોકરીઓ માટે કોમ્પિટિશન છે અને ઘણા ચેલેન્જ પણ ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઓછા બજેટમાં સક્ષમ કર્મચારીઓને જાળવી રાખવા માટે ડ્રાય પ્રમોશન એક સારો માર્ગ બની શકે છે.

ડ્રાય પ્રમોશનથી કર્મચારીઓને ફાયદો થાય છે કે નુકસાન?

સામાન્ય શબ્દોમાં, પ્રમોશનનો અર્થ થાય છે પદ અને પગારમાં વધારો. પરંતુ પગાર વધારા વિના પ્રમોશન મળે, તો તે કર્મચારીનું કામ કરવાનું મોટીવેશન ઓછું થઈ શકે છે અને તેની પ્રોડક્ટીવીટી પર સીધી અસર કરી શકે છે, જે એક રીતે કંપની માટે નુકસાનકારક છે.

પ્રોડક્ટીવીટીમાં ઘટાડો અને કામના પ્રેશરમાં વધારો માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરશે. જ્યારે તમે પ્રોફેશનલ લાઈફના ટેન્શન સાથે ઘરે જાવ છો, તો તે તમારા અંગત જીવનમાં પણ ખલેલ પહોંચાડી શકે છે.

જ્યારે તમને ડ્રાય પ્રમોશન મળે ત્યારે શું કરવું?

જો તમને ડ્રાય પ્રમોશન અને તેનું પ્રેશર ન જોઈતું હોય, તો આ વિષય પર તમારા મેનેજર અથવા મેનેજમેન્ટ સાથે વાત કરો. ઘણી વખત લોકો લોભ કે સમજના અભાવે ડ્રાય પ્રમોશન સ્વીકારી લે છે, પરંતુ જ્યારે કામનું દબાણ વધે છે, ત્યારે તેઓ તેનાથી પરેશાન થઈ જાય છે. તેથી તમારી કંપનીના મેનેજમેન્ટ સાથે આ અંગે વાત કરવી જરૂરી છે. 

આ સમાચાર શેર કરો