UGC અને CSIR NET વચ્ચે શું તફાવત છે? અહીં સરળ ભાષામાં સમજો બંનેનો અર્થ
UGC અને CSIR NET (National Eligibility Test) ચોક્કસપણે અલગ છે. પરંતુ, આ બંને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા અને ભારતમાં

UGC અને CSIR NET (National Eligibility Test) ચોક્કસપણે અલગ છે. પરંતુ, આ બંને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા અને ભારતમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) મેળવવા માટેની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ છે. UGC ( University Grants Commission) NET અને CSIR (Council of Scientific and Industrial Research) NET નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ બંને એકબીજાથી કેવી રીતે અલગ છે? જો નહીં, તો ચાલો આજે અમે તમને સરળ ભાષામાં જણાવીએ કે UGC NET અને CSIR NET પરીક્ષામાં શું તફાવત છે.
CSIR NET પરીક્ષા વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રના ઉમેદવારોની પસંદગી માટે લેવામાં આવે છે. જ્યારે, UGC NET પરીક્ષા આર્ટસ, કોમર્સ વગેરે માટે ઉમેદવારોની પસંદગી માટે લેવામાં આવે છે.
CSIR NET પરીક્ષામાં કયા વિષયો આવે છે?
CSIR NETમાં માત્ર વિજ્ઞાન સંબંધિત વિષયો જેમ કે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, જીયોલોજી વગેરેની પરીક્ષાઓ લેવામાં આવે છે.
UGC NET પરીક્ષામાં કયા વિષયો આવે છે?
UGC NETમાં આર્ટસ, કોમર્સ, માનવતા, શિક્ષણ, સામાજિક વિજ્ઞાન, ભાષાઓ, કાયદો, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને મેડિસિન સહિતના વિવિધ વિષયોમાં પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષા 84 વિષયો માટે લેવામાં આવે છે.
CSIR NET અને UGC NET માટે લાયકાત શું છે?
UGC NET પરીક્ષા માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. CSIR NET પરીક્ષા માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 55% ગુણ સાથે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી ફરજિયાત છે.
CSIR NET અને UGC NET પરીક્ષા પેટર્ન
UGC NET પરીક્ષામાં બે પેપર હોય છે. પેપર 1 જનરલ એપ્ટીડ્યુડ અને ટીચિંગ એપ્ટીડ્યુડ પર આધારિત છે, જ્યારે પેપર 2 તમારા પસંદ કરેલા વિષય પર આધારિત છે. તે વર્ષમાં બે વાર એટલે કે જૂન અને ડિસેમ્બરમાં આયોજિત કરવામાં આવે છે. પરંતુ, CSIR NET પરીક્ષામાં માત્ર એક પેપર છે, જે તમે પસંદ કરેલ વિષય પર આધારિત છે. તે દર વર્ષે માત્ર એક જ વાર એટલે કે જાન્યુઆરીમાં આયોજિત કરવામાં આવે છે.








