UPSC CSE 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, ઉમેદવારો પાસે વધુ એક તક
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC CSE) 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ દ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC CSE) 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ દિવસ લંબાવી છે. ઉમેદવારો હવે 27 ફેબ્રુઆરી સાંજે 6:00 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયામાં ઘણા ફેરફારોને કારણે આ વધારો કરવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સલ રજીસ્ટ્રેશન નંબર અને કોમન એપ્લિકેશન ફોર્મનો સમાવેશ થાય છે. છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં ઉમેદવારો લોગિન થવાને કારણે પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ અને સ્લો સ્પિડનો અનુભવ થયો હતો, જેના પરિણામે ઘણા ઉમેદવારોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પડકારોને ધ્યાનમાં રાખીને UPSCએ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે.
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2026 માટે કુલ 933 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોને શક્ય તેટલી વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. સમયમર્યાદા લંબાવવામાં આવી છે, પરંતુ સમયમર્યાદાની રાહ ન જોવી જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ, UPSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- જો તમે પહેલીવાર ફોર્મ ભરી રહ્યા છો, તો 'ન્યુ રજીસ્ટ્રેશન' પર ક્લિક કરીને એકાઉન્ટ બનાવો.
- જરૂરી વિગતો દાખલ કરો અને યુનિવર્સલ રજીસ્ટ્રેશન નંબર જનરેટ કરો.
- હવે કોમન એપ્લિકેશન ફોર્મ ખોલો તમારી વિગતો ભરો.
- આ પછી અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ પણ કાઢી લો.
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે. જ્યારે મહિલાઓ, SC, ST કેટેગરીના ઉમેદવારો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે અરજી પ્રક્રિયા મફત છે.
મહત્ત્વપૂર્ણ તારીખો
- અરજી કરવાની છેલ્લી તારીખ - 27 ફેબ્રુઆરી, 2026
- પ્રિલિમ્સ - 24 મે, 2026
- મેઈન્સ - 21 ઓગસ્ટ, 2026
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ મેઈન્સ પહેલા ડિગ્રીનો પુરાવો આપવો આવશ્યક છે.
વય મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 21 વર્ષ
- મહત્તમ ઉંમર: 32 વર્ષ (જનરલ કેટેગરી માટે)
- OBC: 3 વર્ષ
- SC/ST: 5 વર્ષ
- PwBD (વિવિધ રીતે દિવ્યાંગ): 10 વર્ષ (શ્રેણી અનુસાર વધારાની છૂટછાટ લાગુ પડે છે)
- ભૂતપૂર્વ સૈનિકો: નિયમો મુજબ છૂટ
પસંદગી પ્રક્રિયા
UPSC સિવિલ સર્વિસીસની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવે છે.
પ્રિલિમ્સ
- બે પેપર (GS અને CSAT)
- MCQ
- માત્ર લાયકાત/સ્ક્રીનિંગ (અંતિમ પસંદગીમાં માર્ક્સ નહીં ગણાય)
મેઈન્સ
- લેખિત પરીક્ષા
- 9 પેપર (નિબંધ, GS-I, GS-II, GS-III, GS-IV, 2 વૈકલ્પિક પેપર, 2 ભાષા પેપર)
- મેરિટ માટે સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો
ઇન્ટરવ્યુ
- UPSC બોર્ડ દ્વારા ઇન્ટરવ્યુ
- વ્યક્તિત્વ, નિર્ણય લેવાની ક્ષમતા, વહીવટી સમજણના પરીક્ષણો
- અંતિમ પસંદગી મેઈન્સ (લેખિત) + ઇન્ટરવ્યુના સ્કોર્સના આધારે તૈયાર કરાયેલ મેરિટ યાદી દ્વારા થશે.








