Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Supreme Court Recruitment you can apply if you have this degree

JOB / સુપ્રીમ કોર્ટમાં વિવિધ પદો માટે નીકળી ભરતી, આ ડિગ્રી હોય તો ભરી શકો છો ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
JOB / સુપ્રીમ કોર્ટમાં વિવિધ પદો માટે નીકળી ભરતી, આ ડિગ્રી હોય તો ભરી શકો છો ફોર્મ
સોર્સ : GSTV

ભારતની સુપ્રીમ કોર્ટે વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. કોર્ટે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી ઝુંબેશમાં આસિસ્ટન્ટ એડિટર (સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ), આસિસ્ટન્ટ ડાયરેક્ટર (સુપ્રીમ કોર્ટ મ્યુઝિયમ), સિનિયર કોર્ટ આસિસ્ટન્ટ (મ્યુઝિયમ) અને આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન જેવા પદોનો સમાવેશ થાય છે. જોકે, આ પદો માટે અરજી પ્રક્રિયા હજુ શરૂ નથી થઈ. એકવાર તે શરૂ થઈ જાય પછી ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તેફોર્મ ભરી શકે છે.

App Store

અરજીઓ ક્યારે શરૂ થશે?

આ ભરતી ઝુંબેશ માટે અરજી પ્રક્રિયા 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 8 માર્ચ, 2026 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખ સુધીમાં અથવા તે પહેલા અરજી કરવી જોઈએ.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • આ પછી રજીસ્ટ્રેશન કરીને અરજી કરવા માટે લોગિન કરો.
  • હવે જરૂરી વિગતો સાથે તમારું અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ ભર્યા પછી તેને સબમિટ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ પણ કાઢી લો.

ખાલી જગ્યાઓની વિગતો

આ ભરતી નોટિફિકેશનમાં આસિસ્ટન્ટ એડિટર (સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ) માટે 5 ખાલી જગ્યાઓ, સુપ્રીમ કોર્ટ મ્યુઝિયમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરની 1 જગ્યા, મ્યુઝિયમમાં સિનિયર કોર્ટ આસિસ્ટન્ટની 2 જગ્યાઓ અને આસિસ્ટન્ટ લાઈબ્રેરીયનની 14 જગ્યાઓ શામેલ છે, જેમાં રિઝર્વેશન કેટેગરીની સીટનો પણ સમાવેશ થાય છે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આસિસ્ટન્ટ એડિટર માટે ઉમેદવારો પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કાયદાની ડિગ્રી અને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સંબંધિત અનુભવ હોવો આવશ્યક છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર માટે ઉમેદવારો પાસે ફર્સ્ટ ક્લાસ અને ઓછામાં ઓછા પાંચ વર્ષના સંશોધન અનુભવ સાથે મ્યુઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, કમ્પ્યુટર ટેસ્ટ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.

સિનિયર કોર્ટ આસિસ્ટન્ટ માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ અને બે વર્ષના અનુભવ સાથે મ્યુઝિયોલોજીમાં માસ્ટર ડિગ્રી જરૂરી છે.

આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન માટે લાઇબ્રેરી સાયન્સમાં ડિગ્રી, કમ્પ્યુટર ડિપ્લોમા અને બે વર્ષનો સંબંધિત અનુભવ હોવો જરૂરી છે.