યુનિયન બેંકમાં 500 જગ્યાઓ પર થશે ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ
યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસશિપ કરવાની તક મળી રહી છે. બેંકે એપ્રેન્ટિસની 500 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસશિપ કરવાની તક મળી રહી છે. બેંકે એપ્રેન્ટિસની 500 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર છે. યુનિયન બેંકે આંધ્રપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર સહિત 25 રાજ્યોમાં એપ્રેન્ટિસશિપ ભરતી હાથ ધરી છે. ઉમેદવારોએ પોતાના રાજ્યમાં અરજી કરવાની રહેશે. નોટિફિકેશન અનુસાર, આંધ્રપ્રદેશ (50), ગુજરાત (56), કર્ણાટક (40), કેરળ (22), યુપી (61 )માં મહત્તમ ખાલી જગ્યાઓ છે.
યુનિયન બેંક એપ્રેન્ટિસશિપ ભરતી માટે લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ છે. જો કે, SC/ST ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષની અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
લાયકાત
યુનિયન બેંકમાં એપ્રેન્ટિસશિપ કરવા માટે, ઉમેદવારો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. ગ્રેજ્યુએશન કોઈપણ સ્ટ્રીમ અને વિષયમાંથી હોવું જોઈએ. આ એપ્રેન્ટિસશિપ એક વર્ષ માટે રહેશે.
સ્ટાઈપેન્ડ
યુનિયન બેંકમાં એપ્રેન્ટિસશિપ દરમિયાન, તમને એક વર્ષ માટે દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે. આ સિવાય અન્ય કોઈ ભથ્થું કે સુવિધા મળશે નહીં.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેમાં 100 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નો જનરલન્ય/ફાઈનેંશિયલ અવેરનેસ, જનરલ ઈંગ્લીશ, ક્વોન્ટિટેટિવ એન્ડ રિઝનિંગ એપ્ટિટ્યુડ અને કોમ્પ્યુટર નોલેજ સાથે સંબંધિત હશે. દરેક વિભાગમાં 25 ગુણના 50 પ્રશ્નો હશે.
અરજી ફી
- જનરલ અને ઓબીસી - 800 રૂપિયા
- મહિલા ઉમેદવારો - 600 રૂપિયા
- SC/ST- 600 રૂપિયા
- દિવ્યાંગ ઉમેદવારો - 400 રૂપિયા
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ, તમારે નેશનલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ https://www.apprenticeshipindia.gov.in અને NATS પોર્ટલ https://nats.education.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- આ પછી તમારે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ https://www.unionbankofindia.co.in/ પર જઈને અરજી કરવાની રહેશે.
- આ માટે બેંકની વેબસાઈટ પર ભરતી વિભાગ પર જાઓ.
- અહીં તમને એપ્રેન્ટિસશિપ ભરતીની સૂચના અને એપ્લિકેશન લિંક મળશે.
- હવે અહીં જરૂરી માહિતી ભરો, ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ પણ લો અને તેને તમારી પાસે રાખો.








