કોચિંગના પૈસા ખર્ચ્યા વિના પણ કરી શકો છો UPSC સિવિલ સર્વિસની તૈયારી, તેના માટે ફોલો કરો આ ટિપ્સ
UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી બિલકુલ સરળ નથી. આ દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. તે

UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી બિલકુલ સરળ નથી. આ દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. તેથી, જ્યારે કોઈપણ ઉમેદવાર આ પરીક્ષાની તૈયારી કરવાનું વિચારે છે, ત્યારે તેના મગજમાં પહેલો પ્રશ્ન આવે છે કે યોગ્ય માર્ગદર્શન ક્યાંથી મેળવવું. આ પરીક્ષાની તૈયારી ક્યાંથી કરવી જોઈએ? કઈ ઈન્સ્ટિટ્યૂટમાંથી કોચિંગ લેવી જેથી પરીક્ષા ક્રેક કરી શકાય. જો કે, કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓ કોઈપણ કોચિંગ વિના આ પરીક્ષાની તૈયારી કરે છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આજે અમે તમને કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જે તમને આ પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી શકે છે.
UPSC CSE પરીક્ષાને સમજો
સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે UPSC CSE (Civil Services Exam) પરીક્ષા શું છે. આ પરીક્ષાની પેટર્ન શું છે? આ માટેનો અભ્યાસક્રમ શું છે? પરીક્ષા માટે લાયકાત શું છે? તમે UPSC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ બધી બાબતો વિશે માહિતી મેળવી શકો છો.
સ્ટડી પ્લાન તૈયાર કરો
તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારી પાસે હંમેશા યોગ્ય સ્ટડી પ્લાન હોવો જોઈએ. આ સાથે, તે સ્પષ્ટ હોવું જોઈએ કે ક્યા વિષય માટે કેટલી તૈયારી કરવી પડશે, જેથી તમારી UPSC તૈયારી સરળતાથી થઈ શકે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ એક વિષયને વધારે સમય આપો. જો કોઈ અન્ય મહત્ત્વપૂર્ણ વિષયનો અભ્યાસ રહી જાય, તો તેની તૈયારી માટે સમય હોવો જોઈએ, જેથી પરીક્ષા માટે યોગ્ય રીતે તૈયારી કરી શકાય.
સ્ટડી મટીરીયલ્સ એકત્રિત કરો
પરીક્ષાની પેટર્નને સારી રીતે સમજ્યા પછી સ્ટડી મટીરીયલ્સ એકત્રિત કરો. દરેક વિષયની પુસ્તક, રેફરન્સ બુક, પાછલા વર્ષોના પ્રશ્નપત્રો વગેરે એકત્ર કરો. જો તમે ઓનલાઈન સ્ટડી મટીરીયલ્સ એકત્ર કરી રહ્યા હોવ તો પણ ક્યાંય કંઈ ખૂટતું નથી તેની ખાતરી કરો.
ન્યુઝ પેપર વાંચો
જો તમે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે દરરોજ ન્યુઝ પેપરવાંચવાની ટેવ પાડવી જોઈએ. ખાસ કરીને ઉમેદવારોએ એડિટોરિયલ પેજ અને નેશનલ-ઈન્ટરનેશનલ ન્યુઝ જરૂર વાંચવા જોઈએ. આ તેમને તેમની UPSC CSE પરીક્ષાની તૈયારીમાં મદદ કરશે.
રાઈટીંગ સ્કિલ પર ધ્યાન આપો
UPSC ઉમેદવારોએ તેમની રાઈટીંગ સ્કિલ પર પણ ધ્યાન આપવું જોઈએ. એ વાત સમજો કે તમારી જવાબ લખવાની સ્ટાઇલ પણ તમને પરીક્ષામાં સફળતા મેળવવામાં મદદ કરી શકે છે. તેથી, શક્ય તેટલા વધુ ફેક્ટ સાથે તમારો જવાબ યોગ્ય ભાષામાં રજૂ કરો.
ટોપરના ઇન્ટરવ્યુ સાંભળો
તમે IAS અને IFS અધિકારીઓના ઇન્ટરવ્યુ સાંભળી શકો છો. તેમણે કોચિંગ સાથે અથવા કોચિંગ વિના કેવી રીતે પરીક્ષા પાસ કરી, પરીક્ષા માટે તેમની વ્યૂહરચના શું હતી? આ બધી બાબતોને જાણીને પણ તમને તૈયારીમાં મદદ મળી શકે છે.








