મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Agniveer / ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીમાં અગ્નિવીર બનવા માટે જરૂરી છે આ લાયકાત, અરજી કરતા પહેલા જાણી લો

ભારતીય સશસ્ત્ર દળોએ અગ્નિવીર ભરતી યોજના 2025 માટે પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે નવી માર્ગદર્શિકા અને

Agniveer / ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીમાં અગ્નિવીર બનવા માટે જરૂરી છે આ લાયકાત, અરજી કરતા પહેલા જાણી લો

ભારતીય સશસ્ત્ર દળોએ અગ્નિવીર ભરતી યોજના 2025 માટે પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે નવી માર્ગદર્શિકા અને પાત્રતા માપદંડો જાહેર કર્યા છે. આ વર્ષે ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે ત્રણેય સેવાઓ, આર્મી, નેવી અને એરફોર્સ માટે શૈક્ષણિક લાયકાત સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. વિવિધ પદો માટે શૈક્ષણિક, વય મર્યાદા અને તકનીકી આવશ્યકતાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આર્મીના મિલિટરી પોલીસ માટે અરજી કરનાર શહીદ સૈનિકોની વિધવાઓને વય મર્યાદામાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા બધા નિયમો કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

સેનામાં જનરલ ડ્યુટી માટે પાત્રતા માપદંડ 10મું પાસ છે, જે મહિલાઓને મિલિટરી પોલીસમાં જોડાવાની મંજૂરી આપે છે. ટેકનિકલ અગ્નિવીર માટે  સાયન્સ વિષય સાથે 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે, જ્યારે માન્ય ટેકનિકલ ડિપ્લોમા ધરાવતા 10મું ધોરણ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ક્લાર્ક/સ્ટોરકીપર માટે 10+2માં અંગ્રેજી અને ગણિત અથવા એકાઉન્ટ્સ વિષય હોવો જરૂરી છે. ટ્રેડ્સમેન પદો માટે 10મું ધોરણ અથવા 8મું ધોરણ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

નેવી અને એરફોર્સ માટે લાયકાત અને વિશેષ છૂટ

નેવીમાં સિનિયર સેકન્ડરી ભરતી માટે મેઠ અને ફિઝીક્સ સાથે 10+2 પાસ કરેલું હોવું જોઈએ. મેટ્રિક્યુલેશન ભરતી અને સંગીતકાર પદો માટે10મું ધોરણ પાસ કરેલું હોવું.

એરફોર્સમાં વિજ્ઞાન પ્રવાહમાં અગ્નિવીર ઉમેદવારો પાસે 12મા ધોરણમાં મેથ્સ, ફિઝીક્સ અને અંગ્રેજી વિષય હોવા જરૂરી છે, જ્યારે અન્ય પ્રવાહો માટે કોઈપણ વિષય સાથે 12મું ધોરણ પાસ ઉમેદવારો પાત્ર છે. સંગીતકાર પદ માટે 10મું ધોરણ પાસ કરેલું હોવી જોઈએ.

મહિલા ઉમેદવારો માટે એક મોટી રાહત એ છે કે આર્મીના મિલિટરી પોલીસમાં શહીદ સૈનિકોની વિધવાઓ માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ કરવામાં આવી છે.

ઉમેદવારોને વિગતવાર માહિતી માટે સંબંધિત દળોની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.

અરજી પ્રક્રિયા

અગ્નિવીર ભરતી માટેની અરજીઓ ફક્ત ઓનલાઈન પ્રક્રિયા દ્વારા જ સ્વીકારવામાં આવે છે. ઉમેદવારો સંબંધિત ભરતી પોર્ટલ અથવા ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક પ્રમાણપત્રો, ઉંમરનો પુરાવો અને ફોટોગ્રાફ્સ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી ફી ચૂકવ્યા પછી ફોર્મ સબમિટ કરવું આવશ્યક છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, શારીરિક તપાસ અને તબીબી તપાસનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો