મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

12મા ધોરણ પછી કારકિર્દી પસંદ કરવામાં આવી રહી છે મુશ્કેલી? તો જાણી લો આ Career Options

12મા ધોરણમાં પાસ થયા પછી કારકિર્દી પસંદ કરવી એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. તમારા માટે કારકિર્દીનો પરફેક્ટ વિકલ્પ તમા

12મા ધોરણ પછી કારકિર્દી પસંદ કરવામાં આવી રહી છે મુશ્કેલી? તો જાણી લો આ Career Options

12મા ધોરણમાં પાસ થયા પછી કારકિર્દી પસંદ કરવી એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. તમારા માટે કારકિર્દીનો પરફેક્ટ વિકલ્પ તમારી રુચિ, કુશળતા અને ભાવિ લક્ષ્યો પર આધાર રાખે છે. 12મા પછી આગળ વધવા માટે ઘણા વિકલ્પો છે જે તમે તમારી સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ, આર્ટસ) ના આધારે પસંદ કરી શકો છો. ધોરણ 12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો હોય છે. આ એક એવો સમય છે જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ચિંતિત હોય છે કે તેઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેના મિત્રો અને સંબંધીઓ તેને ઘણી સલાહ આપે છે. પરંતુ પોતાના માટે શું બેસ્ટ છે તે એક વિદ્યાર્થી જ જાણે છે. તેથી તમે ક્યા ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તે નક્કી કરીને જ કોઈપણ કોર્સમાં પ્રવેશ લો.

સાયન્સના વિદ્યાર્થીઓ માટે

એન્જિનિયરિંગ

સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થી કમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ કરીને એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધી શકે છે.

મેડિકલ

તમે MBBS ડિગ્રી લઈને ડોક્ટર બની શકો છો અથવા ડેન્ટિસ્ટ, ફાર્માસ્યુટિકલ સાયન્સ વગેરે જેવા ક્ષેત્રોમાં જઈ શકો છો.

રિસર્ચ

તમે સાયન્સમાં માસ્ટર ડિગ્રી લઈને રિસર્ચના ક્ષેત્રમાં આગળ વધી શકો છો.

ડેટા સાયન્ટિસ્ટ

આજના ડિજિટલ યુગમાં ડેટા સાયન્ટિસ્ટની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. તમે બેચલર અથવા માસ્ટર ડિગ્રી લઈને આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી શકો છો.

કોમર્સના વિદ્યાર્થીઓ માટે

બિઝનેસ મેનેજમેન્ટ

BBAની ડિગ્રી તમને બિઝનેસ મેનેજમેન્ટનું મૂળભૂત જ્ઞાન આપે છે. આ પછી, MBA કરીને તમેકોઈ મોટી કંપનીમાં નોકરી મેળવી શકો છો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

કોમર્સના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કરી શકે છે. CA બન્યા પછી, તમે તમારી પોતાની ફર્મ ખોલી શકો છો અથવા કોઈપણ કંપનીમાં નોકરી કરી શકો છો.

બેંકિંગ

બેંકિંગ ક્ષેત્રમાં ઘણી સરકારી અને ખાનગી નોકરીઓ ઉપલબ્ધ છે. તમે આ માટે ગ્રેજ્યુએશન કોર્સ કરીને નોકરી મેળવી શકો છો.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ

આ ક્ષેત્ર સ્ટોક માર્કેટ અને ફાઇનાન્સ સાથે સંબંધિત છે. આમાં સારી કારકિર્દી બનાવવા માટે, તમારે CFA (Chartered Financial Analyst) અથવા FRM (Financial Risk Manager) જેવા પ્રોફેશનલ કોર્સ કરવા પડશે.

આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે

ડિઝાઇન

આજના સમયમાં, ગ્રાફિક ડિઝાઇન, વેબ ડિઝાઇન, ફેશન ડિઝાઇન વગેરે ક્ષેત્રોમાં ઘણી માંગ છે. તમે આ ક્ષેત્રોમાં કોર્સ કરીને તમારી કારકિર્દી બનાવી શકો છો.

મીડિયા અને મનોરંજન

તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને તમે મીડિયા અને મનોરંજન ક્ષેત્રે જઈ શકો છો. આમાં ફિલ્મ મેકિંગ, જર્નાલીઝમ, એડવર્ટાઇઝિંગ વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

શિક્ષણ

જો તમને શિક્ષણ ક્ષેત્ર પસંદ હોય તો તમે 12મા પછી તમે B.A B.Ed અને B.El.Ed જેવા કોર્સ કરીને શિક્ષક બની શકો છો.

કાયદો

જો તમે કાયદાના ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોવ તો 12મા પછી BA LLBનો કોર્સ કરીને તમે વકીલ કે જજ બની શકો છો.

આ સિવાય ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરીને તમે કોઈપણ કંપનીનું ઓનલાઈન પ્રમોશન સંભાળી શકો છો. જો તમારી રાઈટીંગ સ્કિલ સારી છે તો તમે કન્ટેન્ટ રાઈટર તરીકે કારકિર્દી બનાવી શકો છો. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો તમે એન્ટરપ્રેન્યોરશિપનો માર્ગ પસંદ કરી શકો છો. 12મા ધોરણ પછી તમારા માટે ઘણા રસ્તાઓ ખુલ્લા છે. તેથી કારકિર્દી પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખો.

આ સમાચાર શેર કરો