મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

NCERTના પાઠયપુસ્તકોમાં ફેરફારના સમાચારો અંગે સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશ(CBSE)એ સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક સત્ર 2024-25 મા

NCERTના પાઠયપુસ્તકોમાં ફેરફારના સમાચારો અંગે સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશ(CBSE)એ સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક સત્ર 2024-25 માટે માત્ર ધોરણ 3 અને 6 ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવશે. આ સિવાય અન્ય  કોઈપણ વર્ગના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, ગત 9 જુલાઈના રોજ એક પ્રખ્યાત અખબારમાં એક એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.  જેમાં ધોરણ 6, નવ અને અગિયારમાં NCERTના પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેમ જણાવવામાં આવ્યું હતું.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ CBSEને 18.03.2024 ના પત્ર દ્વારા જાણ કરી હતી કે ધોરણ 3 અને 6 માટેનો નવો અભ્યાસક્રમ અને પુસ્તકો  ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ કારણે શાળાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ વર્ષ 2023 સુધીમાં NCERT દ્વારા પ્રકાશિત કરાયેલા પાઠ્યપુસ્તકોના સ્થાને ધોરણ 3  અને 6 માટે આ નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનું પાલન કરે. 

નવા શૈક્ષણિક સત્ર માટે NCERTએ ધોરણ 3 અને 6 માટે નવા અભ્યાસક્રમ હેઠળ પુસ્તકો બહાર પાડવાની જાહેરાત કરી હતી. NCERT એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે  આ પુસ્તકો રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) મુજબ છે. આ સાથે કાઉન્સિલે એ પણ સૂચના આપી હતી કે નવા સત્રમાં ધોરણ 3 અને 6 માટે ફક્ત નવા પુસ્તકોનો ઉપયોગ કરવો  પડશે. આવી સ્થિતિમાં, શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અભ્યાસક્રમ બહાર પાડતા પહેલા CBSE એ NCERTને નવા પુસ્તકો વિશે પૂછ્યું. જે બાદ NCERTએ CBSEને પત્ર  મોકલીને જણાવ્યું હતું કે નવા પુસ્તકોનું કામ હજુ પૂર્ણ થયું નથી અને તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

આ સમાચાર શેર કરો