JOB / સુપ્રીમ કોર્ટમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, આ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરી શકે છે ફોર્મ
ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. સુપ્રીમ કોર્ટે સત્તાવાર

ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. સુપ્રીમ કોર્ટે સત્તાવાર વેબસાઈટ પર નવી ખાલી જગ્યાની જાહેરાત કરી છે, જેમાં કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ), સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ અને પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. આ ખાલી જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25મી ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.
આ પણ વાંચો: JOB / તમારી પાસે છે આ ડિગ્રી તો પરીક્ષા વિના મેળવી શકો છો સરકારી નોકરી, પગાર દોઢ લાખથી વધુ
ખાલી જગ્યાઓ
સુપ્રીમ કોર્ટમાં કુલ 107 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) માટે 31 જગ્યાઓ, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની 33 જગ્યાઓ અને પર્સનલ આસિસ્ટન્ટની 43 જગ્યાઓ છે.
વય મર્યાદા
સુપ્રીમ કોર્ટની વિવિધ જગ્યાઓ માટે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સિનિયર પર્સનલ આસિસ્ટન્ટના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
જ્યારે પર્સનલ આસિસ્ટન્ટ માટે વય મર્યાદા 18થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સત્તાવાર નોટિફિકેશન મુજબ, સરકારી નિયમો અનુસાર SC/ST/OBC/શારીરિક રીતે અશક્ત/ભૂતપૂર્વ સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓના આશ્રિતો માટે વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે.
શૈક્ષણિક લાયકાત
કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) ની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય ભારતીય યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, વ્યક્તિ પાસે 120 શબ્દો પ્રતિ મિનિટની ઝડપે અંગ્રેજીમાં શોર્ટહેન્ડ સ્કિલ હોવી જોઈએ. શોર્ટહેન્ડ સ્કિલ સાથે કમ્પ્યુટર પર 40 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ.
કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) માટે અરજી કરનારા ઉમેદવારો પાસે પ્રાઈવેટ સેક્રેટરી, સિનીયર પર્સનલ સેક્રેટરી અથવા પર્સનલ આસિસ્ટન્ટ કે સિનીયર સ્ટેનોગ્રાફર તરીકે સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
સિનિયર પર્સનલ આસિસ્ટન્ટના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે અંગ્રેજી શોર્ટહેન્ડમાં લખવાની ઝડપ 110 શબ્દો પ્રતિ મિનિટ અને કોમ્પ્યુટર પર લખવાની ઝડપ 40 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ.
પર્સનલ આસિસ્ટન્ટના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી, અંગ્રેજી શોર્ટહેન્ડમાં 100 શબ્દો પ્રતિ મિનિટની ઝડપ અને કમ્પ્યુટર પર 40 શબ્દો પ્રતિ મિનિટની ઝડપ હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.sci.gov.in/recruitments/ ના ભરતી વિભાગ પર જાઓ.
- ખાલી જગ્યાનું નોટિફિકેશન શોધો અને બધી વિગતો કાળજીપૂર્વક વાંચો.
- હવે અરજી કરવા માટે તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સબમિટ કરો.
- રજીસ્ટ્રેશન પછી, વ્યક્તિગત વિગતો અને શિક્ષણ વિગતો ભરો.
- ફોટો અને સહી સાથે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ભરીને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.
અરજી ફી કેટલી છે?
સુપ્રીમ કોર્ટની ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજી 25મી ડિસેમ્બર સુધી જ કરી શકાશે. ઓનલાઈન અરજી કરવા માટે, જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી જમા કરવાની રહેશે. જ્યારે SC/ST/Ex-Serviceman/PH ઉમેદવારો માટે ફી 250 રૂપિયા છે. ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડમાં જ જમા કરવામાં આવશે.








