Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : SBI Specialist Cadre Officer Recruitment 2025

JOB / SBIમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ પર થશે ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા અને પગાર

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2025
લાઇવ ટીવીGoogle News
JOB / SBIમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ પર થશે ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા અને પગાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 150 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી, 2025 છે.

App Store

આ પણ વાંચો: CUET PG 2025 માટે શરૂ થઈ ગયું રજીસ્ટ્રેશન, જાણો પરીક્ષાની તારીખ અને પેટર્ન

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેમની પાસે કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ અને IIBF દ્વારા ફોરેક્સમાં સર્ટીફીકેટ (31.12.2024 સુધીનું) હોવું જરૂરી છે.

અરજીની ફી

આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે, જનરલ/EWS/OBC ઉમેદવારોએ અરજી ફી તરીકે 750  રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે SC/ST/PWBD ઉમેદવારો માટે કોઈ ફી નથી. ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ વગેરેનો ઉપયોગ કરીને ફી ચૂકવી શકાય છે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • પછી હોમ પેજ પર ઉપલબ્ધ કરિયર પર ક્લિક કરો.
  • તે પછી એક નવું પેજ ખુલશે, તેમાં કરંટ ઓપનિંગ્સ લિંક પર ક્લિક કરો.
  • ફરીથી એક નવું પેજ ખુલશે, તેમાંSBI SCO રિક્રુટમેન્ટ 2025 લિંક પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી લિંક વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.
  • રજીસ્ટ્રેશન કરો અને તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
  • હવે અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.
  • પછી સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
  • વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ્સ માટેની પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. ઇન્ટરવ્યુ 100 માર્ક્સનો હશે, જેમાં ક્વોલિફાઈંગ માર્ક્સ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. પસંદગી માટેનું મેરીટ લિસ્ટ માત્ર ઇન્ટરવ્યુમાં મેળવેલા માર્ક્સના આધારે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવારો સમાન કટ-ઓફ માર્ક્સ મેળવે છે, તો આવા ઉમેદવારોને તેમની ઉંમર પ્રમાણે મેરિટના ઉતરતા ક્રમમાં નંબર આપવામાં આવશે.

કેટલો પગાર મળશે?

SBIમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની આ જગ્યાઓ પર ભરતી થયેલા ઉમેદવારોને દર મહિને 64,820થી  93,960 રૂપિયાના પે સ્કેલમાં પગાર મળશે.