SBIમાં 1040 ઓફિસર પોસ્ટ માટે ખાલી જગ્યા પર અરજી પ્રકિયા શરૂ, અહીં જાણો ભરતી અંગેની વિગતો
બેંકોમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્પેશિયાલ

બેંકોમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની 1040 જગ્યાઓ પર ભરતી શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ recruitment.bank.sbi ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 19 જુલાઈથી 8 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. અરજી કરતા પહેલા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા વગેરે વિશે જાણી લો.
શૈક્ષણિક લાયકાત
રિજનલ હેડ ઓફિસરના પદ માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત, સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અન્ય તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.
વય મર્યાદા
રિજનલ હેડ ઓફિસરના પદ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ. અન્ય પોસ્ટ્સની વય લાયકાત માટે, સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.
અરજી ફી
- જનરલ - રૂ. 750
- OBC - રૂ. 750
- EWS - રૂ 750
- SC - ફ્રી
- ST - ફ્રી
- દિવ્યાંગ - ફ્રી
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટ recruitment.bank.sbi પર જાઓ.
- હોમ પેજ પર હાજર 'SBI SCO ભરતી 2024' લિંક પર ક્લિક કરો.
- ત્યાં જરૂરી તમામ માહિતી ભરો.
- ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
- નિયત અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ફોર્મ ડાઉનલોડ કરી લો.






