SBIમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ પર થશે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી
બેંકોમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

બેંકોમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેના માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ ભરતી ડેપ્યુટી મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે છે. રસ ધરાવતા ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા SBIમાં કુલ 1497 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવી છે.
કયા વિભાગમાં કેટલી જગ્યાઓ પર ભરતી થશે?
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ડિલિવરી: 187 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - ઈન્ફ્રા સપોર્ટ અને ક્લાઉડ ઓપરેશન: 412 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - નેટવર્કિંગ ઓપરેશન: 80 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - આઈટી આર્કિટેક્ટ: 27 જગ્યાઓ
- ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - ઈન્ફોર્મેશન સિક્યોરિટી: 7 જગ્યાઓ
- આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) - 784 જગ્યાઓ
પસંદગી પ્રક્રિયા શું છે?
ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટેની પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટિંગ-કમ-ટાયર્ડ/લેયર ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુ માટે ક્વોલીફાઈંગ ધરાવતા ગુણ અંગે બેંક નિર્ણય લેશે. પસંદગી માટેનુંની મેરિટ લિસ્ટ માત્ર ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવારો સમાન કટ-ઓફ માર્ક્સ મેળવે છે, તો આવા ઉમેદવારોને તેમની ઉંમર અનુસાર મેરિટ લિસ્ટમાં ઉતરતા ક્રમમાં નંબર આપવામાં આવશે.
આસિસ્ટન્ટ મેનેજર માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષા નવેમ્બર 2024માં લેવામાં આવશે. પરીક્ષામાં 60 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં કુલ 100 માર્કસ હશે. પરીક્ષાનો સમયગાળો 75 મિનિટનો રહેશે. ઓનલાઈન લેખિત પરીક્ષા બાદ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 25 માર્કસનો રહેશે.
અરજીની ફી કેટલી છે?
જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા છે અને SC/ST/PWBD ઉમેદવારો માટે કોઈ ફી નથી. ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ વગેરે દ્વારા ચૂકવી શકાય છે. વધુ માહિતી માટે તમે SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈ શકો છો.






