મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JOB / 10 પાસ યુવાનો માટે ખુશખબર, રેલ્વેએ 30 હજારથી વધુ જગ્યાઓ માટે બહાર પાડી ભરતી

10 પાસ કર્યા પછી સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડે કુલ 32,438 ગ

JOB / 10 પાસ યુવાનો માટે ખુશખબર, રેલ્વેએ 30 હજારથી વધુ જગ્યાઓ માટે બહાર પાડી ભરતી

10 પાસ કર્યા પછી સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડે કુલ 32,438 ગ્રુપ 'ડી' જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો આજથી એટલે કે 23 જાન્યુઆરીથી આ માટે અરજી કરી શકે છે. આ માટે RRBની સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે.

આ પણ વાંચો: GPSCએ લીધા ત્રણ મોટા નિર્ણય, ઉમેદવારો ઉપરાંત પરીક્ષકોને પણ થશે લાભ

RRB દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, ઉમેદવારો આ જગ્યાઓ માટે નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી કરી શકે છે. અરજી કર્યા પછી, ઉમેદવારો 25 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી તેમના ફોર્મમાં સુધારા પણ કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ ધોરણ 10 પાસ હોવું આવશ્યક છે. આ જગ્યાઓ માટે ITI પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી, 2025થી કરવામાં આવશે. અનામત કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી કેટલી છે?

ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 500 રૂપિયા ચૂકવવા પડશે. CBT પરીક્ષામાં હાજર રહેવા પર બેંક ચાર્જ બાદ કર્યા પછી ઉમેદવારોને 400 રૂપિયા પરત કરવામાં આવશે. જ્યારે PwBD/મહિલા/ટ્રાન્સજેન્ડર/ભૂતપૂર્વ સૈનિકો ઉમેદવારો અને SC/ST/લઘુમતી સમુદાયો/EBCના ઉમેદવારો માટે, પરીક્ષા ફી 250 રૂપિયા છે, જે બેંક ચાર્જ કાપ્યા પછી પરત કરવામાં આવશે.

આ રીતે અરજી કરો

  • રેલ્વે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલ CEN 08/2024 લિંક પર ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે તેમાં રજીસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો, ફી ચૂકવો અને સબમિટ કરો.
  • આ પછી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી CBT 1, CBT 2 પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. CBT 1 પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો CBT 2 પરીક્ષામાં બેસશે. આ પછી, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ લેવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 18,000 રૂપિયાનો પ્રારંભિક પગાર આપવામાં આવશે. વધુ માહિતી માટે, ઉમેદવારો ભરતી બોર્ડ દ્વારા જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન ચકાસી શકે છે.

આ સમાચાર શેર કરો