RPFમાં 4000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, 10 ધોરણ પાસ પણ કરી શકે છે અરજી
સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે એક શાનદારતક છે. RPFમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર પદ પર ભરતી માટેની

સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે એક શાનદારતક છે. RPFમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર પદ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ rrbcdg.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 છે. ઉમેદવારોને અરજી ફોર્મ સુધારવા માટે 15 મેથી 24 મે 2024 સુધીનો સમય આપવામાં આવશે. અરજી કરતા પહેલા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા સહિતની તમામ મહત્ત્વપૂર્ણ માહિતી વિશે વિગતવાર જાણી લો.
પોસ્ટની વિગતો
આ ભરતી અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં સબ ઈન્સ્પેક્ટરની 452 જગ્યાઓ અને કોન્સ્ટેબલની 4208 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતીય સેનામાં ઓફિસરની નોકરી મેળવવાની સુવર્ણ તક, તમારી પાસે આ ડિગ્રી છે તો આજે જ ભરી લો ફોર્મ
શૈક્ષણિક લાયકાત
કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારનું 10મું પાસ હોવું જરૂરી છે. 12મું પાસ પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. જ્યારે સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલ હોવું જરૂરી છે.
વય મર્યાદા
આ માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદા 1 જુલાઈ, 2024 મુજબ ગણવામાં આવશે.
ભરતી પ્રક્રિયા
આ ભરતી હેઠળ, ઉમેદવારોની પસંદગી CBT (Computer Based Test) દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
આ રીતે અરજી કરો
- અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in પર જાઓ.
- હોમ પેજ પર હાજર ભરતી લિંક પર ક્લિક કરો.
- હવે બધી જરૂરી માહિતી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ચૂકવો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.








