મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

રેલ્વેમાં 9000થી વધુ પોસ્ટ પર ભરતી બહાર પડી, આ તારીખ પહેલા કરી લો અરજી

ભારતીય રેલ્વેમાં 9 હજારથી વધુ RRB ટેકનિશિયન માટે ભરતી છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8મી એપ્રિલ છે.

રેલ્વેમાં 9000થી વધુ પોસ્ટ પર ભરતી બહાર પડી, આ તારીખ પહેલા કરી લો અરજી

ભારતીય રેલ્વેમાં 9 હજારથી વધુ RRB ટેકનિશિયન માટે ભરતી છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8મી એપ્રિલ છે. ટેકનિશિયનની ભરતીમાં કુલ 9 હજાર 144 જગ્યાઓ ખાલી છે. જેમાં 1092 જગ્યાઓ ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ માટે છે અને 8052 જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ-3 માટે છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી https://www.rrbapply.gov.in/ પર જઈને કરવાની રહેશે. આ ભરતી માટે ઉમેદવારોએ 10મું પાસ કર્યું હોવું જોઈએ અને ITI પણ કરેલું હોવું જોઈએ.

આ ભરતીમાં, ટેકનિશિયન ગ્રેડ-1ની પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 18થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ટેકનિશિયન ગ્રેડ-3ની પોસ્ટ માટે વય મર્યાદા 18થી 33 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

વય મર્યાદામાં છૂટછાટ

  • SC/ST – 5 વર્ષ
  • OBC (નોન ક્રીમી લેયર) – 3 વર્ષ
  • ભૂતપૂર્વ સૈનિક – 3થી 8 વર્ષ
  • વિકલાંગ ઉમેદવારો – 8થી 15 વર્ષ

અરજી ફી

  • SC/ST, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી, આર્થિક રીતે પછાત – 250 રૂપિયા
  • અન્ય ઉમેદવારો – 500 રૂપિયા

RRB ટેકનિશિયન પગાર

હોદ્દો 7મી CPCમાં પે સ્કેલ બેઝિક પે તબીબી ધોરણ
RRB ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલ લેવલ-5 29,200 રૂપિયા B-1
RRB ટેકનિશિયન ગ્રેડ-3 લેવલ-2 19,900 રૂપિયા _

રેલ્વેની ટેકનિશિયન ભરતી પ્રક્રિયાના ત્રણ તબક્કા છે. સૌપ્રથમ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ થશે. આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી મેડિકલ ટેસ્ટ. RRB ટેકનિશિયન CBT 90 મિનિટની છે. 1/3 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ પણ છે.

RRB ટેકનિશિયન ભરતી પરીક્ષામાં માર્કિંગ સ્કીમ

RRB ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલ – આ પોસ્ટ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં, જનરલ અવેરનેસમાંથી 10 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત જનરલ ઈન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગમાંથી 15, બેઝિક કોમ્પ્યુટર અને એપ્લિકેશનમાંથી 20 અને બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાંથી 35 પ્રશ્નો પૂછવામાં આવશે.

RRB ટેકનિશિયન ગ્રેડ-3 – આ પોસ્ટ માટેની પરીક્ષામાં ગણિતમાંથી 25 પ્રશ્નો, જનરલ ઇન્ટેલિજન્સમાંથી 25, જનરલ સાયન્સમાંથી 40 અને જનરલ અવેરનેસમાંથી 10 પ્રશ્નો પૂછવામાં આવશે.

આ સમાચાર શેર કરો