મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

રેલ્વેમાં ફરી નીકળી બમ્પર ભરતી, 5 હજારથી વધુ જગ્યાઓ માટે 10 પાસ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

રેલ્વે રિક્રુટમેન્ટ સેલ વેસ્ટર્ન રેલ્વેએ 5000થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો

રેલ્વેમાં ફરી નીકળી બમ્પર ભરતી, 5 હજારથી વધુ જગ્યાઓ માટે 10 પાસ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

રેલ્વે રિક્રુટમેન્ટ સેલ વેસ્ટર્ન રેલ્વેએ 5000થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી  છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. અરજીઓ આજથી એટલે કે 23 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે. આ ભરતી અભિયાન દ્વારા, ઉમેદવારોને કુલ 5066 એપ્રેન્ટિસ પદો પર નિયુક્ત કરવામાં આવશે. 

આ વેબસાઈટ પરથી અરજી કરો

વેસ્ટર્ન રેલ્વેની આ જગ્યાઓ પર માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ માટે તમારે રેલ્વે રિક્રુટમેન્ટ સેલ વેસ્ટર્ન રેલ્વેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે જેનું સરનામું છે - rrc-wr.com તમે આ વેબસાઈટ પરથી અરજી કરી શકો છો. આ સિવાય આ જગ્યાઓની વિગતો જાણી શકો છો અને આગળના અપડેટ્સ પર પણ નજર રાખી શકો છો.

કોણ અરજી કરી શકે છે?

ઉમેદવારોની લાયકાતની વાત કરીએ તો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ સાથે ધોરણ 10માં તેમના ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITIનું સર્ટિફીકેટ હોવું જોઈએ. અરજી કરવાની વય મર્યાદા 15થી 24 વર્ષ છે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

આ જગ્યાઓ માટેની અરજીઓ આજથી એટલે કે 23 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2024 છે. આ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં અરજી કરો. જો તમારે વધુ વિગતો જાણવી હોય તો તમે ઉપર સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો.

પસંદગી કેવી રીતે થશે?

આ જગ્યાઓ pr પસંદગી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી. તેમની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. 10મા ધોરણ અને ITIના માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે ભારત સરકારના એપ્રેન્ટિસશીપ નિયમોનું પાલન કરવામાં આવશે.

અરજી ફી

આ જગ્યાઓ પર અરજી કરવા માટે, ઉમેદવારોએ 100 રુપીય્સ ફી ચૂકવવી પડશે. અનામત વર્ગના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ ફી ચૂકવવાની જરૂર નથી.

આ સમાચાર શેર કરો