મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

ગુજરાત હાઈકોર્ટમાં 1300થી વધુ જગ્યાઓ માટે ભરતી, આ તારીખ પહેલા અરજી કરવાની રહેશે

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી માટે જાહેરનામું

ગુજરાત હાઈકોર્ટમાં 1300થી વધુ જગ્યાઓ માટે ભરતી, આ તારીખ પહેલા અરજી કરવાની રહેશે

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હાઈકોર્ટમાં બમ્પર પોસ્ટ પર ભરતી થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર વગેરેની જગ્યાઓ ભરશે. આ અભિયાનમાં કુલ 1318 જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી કરનાર ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશન અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો આવશ્યક છે. પાત્રતા સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

નોટિફિકેશન મુજબ અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજદારોએ 1500 રૂપિયા ફી ભરવાની રહેશે. રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો માટે આ ફી 750 છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ માત્ર 1500 રૂપિયા ફી ભરવાની રહેશે.

આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો