મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JOB / SBI બેંકમાં 13 હજારથી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કર્યા પછી બેંકની અથવા અન્ય સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટ

JOB / SBI બેંકમાં 13 હજારથી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કર્યા પછી બેંકની અથવા અન્ય સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જુનિયર એસોસિએટ્સ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) ની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી 17 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 7 જાન્યુઆરી 2025 સુધી બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. બેંકે જુનિયર એસોસિએટ્સ કમ ક્લાર્કની કુલ 13,735 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.

આ પણ વાંચો: JOB / સુપ્રીમ કોર્ટમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, આ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની, SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.

અરજી ફી

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે અરજી કરો

  • SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર ક્લિક કરો.
  • અહીં જુનિયર એસોસિએટ્સના નોટિફિકેશનની લિંક પર ક્લિક કરો.
  • હવે નિયમ મુજબ ફોર્મ ભરીને સબમિટ કરો.

પસંદગી પ્રક્રિયા

ઉમ્દેવારોની પસંદગી પ્રિલિમ્સ, મેઈન્સ અને લેન્ગવેજ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. પ્રિલિમ્સ CBT મોડમાં લેવામાં આવશે. પ્રિલિમ્સ ફેબ્રુઆરી 2025માં લેવામાં આવી શકે છે. આમાં, સફળ ઉમેદવારો મેઈન્સમાં બેસશે, જે માર્ચ/એપ્રિલ 2025માં આયોજિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો