મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 3 હજાર જગ્યાઓ માટે ભરતી, ગ્રેજ્યુએટ થયેલા કરી શકે છે અરજી

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 3 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ ચાલી રહી છે. રસ ધર

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 3 હજાર જગ્યાઓ માટે ભરતી, ગ્રેજ્યુએટ થયેલા કરી શકે છે અરજી

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 3 હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. એ પણ જાણી લો કે સેન્ટ્રલ બેંકની આ જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી લિંક ફરીથી ખોલવામાં આવી છે. અગાઉ આ માટેની અરજીઓ શરૂ થઈ હતી અને 27મી માર્ચે બંધ થઈ હતી.

હવે ફરી એકવાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસના પદ પર લાયક ઉમેદવારોની નિમણૂક માટે નોંધણી લિંક ખોલવામાં આવી છે. હવે તમે 17મી જૂન સુધી અરજી કરી શકો છો.

અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે. આ માટે ઉમેદવારોએ નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમની સત્તાવાર વેબસાઇટ nats.education.gov.inની મુલાકાત લેવાની રહેશે.

અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ 1996 થી 31 માર્ચ 2004ની વચ્ચે થયો હોવો જરૂરી છે.

ફોર્મ ભરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીએ 800 રૂપિયા ચૂકવવાના રહેશે. SC, ST, EWS, મહિલા ઉમેદવારોએ 600 રૂપિયા ચૂકવવા પડશે. PH કેટેગરીએ 400 રૂપિયા ફી ચૂકવવી પડશે.

પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થશે, જેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો તમારૂ સિલેક્શન થાય તો તમને દર મહિને 15 હજાર રૂપિયાનો પગાર મળશે.

આ ભરતી અભિયાન દ્વારા કુલ 3000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજીઓ 21 ફેબ્રુઆરીએ શરૂ થઈ અને 27 માર્ચે બંધ થઈ. હવે રજીસ્ટ્રેશન લિંક ફરી ખોલવામાં આવી છે.

આ સમાચાર શેર કરો