ઇન્ટરવ્યુ આપતા પહેલા તમારી પર્સનાલિટીમાં કરો આ 3 ફેરફારો, વધી જશે સિલેકશનના ચાન્સ
આજકાલ નોકરી મેળવવી એ કોઈ પડકારથી ઓછું નથી. આ માટે પહેલા ઇન્ટરવ્યુ પાસ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં લોક

આજકાલ નોકરી મેળવવી એ કોઈ પડકારથી ઓછું નથી. આ માટે પહેલા ઇન્ટરવ્યુ પાસ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં લોકો આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરે છે. જો 5 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે ગયા હોય અને તે બધાનો અભ્યાસ પણ સરખો હોય તો પણ 5માંથી માત્ર 1 અથવા તો કંપનીમાં જેટલી જગ્યા છે તેટલા જ ઉમેદાવાર સિલેક્ટ થશે. આવી સ્થિતિમાં, ઇન્ટરવ્યુમાં સાચા જવાબ આપ્યા પછી પણ, કેટલાક ઉમેદવારો સિલેક્ટ નથી થતા.
ઇન્ટરવ્યુ દરમિયાન માત્ર તમારા જ્ઞાન પર જ નહીં પરંતુ તમારી પર્સનાલિટી પર પણ ધ્યાન આપવામાં આવે છે. જેમાં તમારી બેસવાની રીત, ડ્રેસિંગ સેન્સ, વાત કરવાની રીત બધું જ જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે ઇન્ટરવ્યુ માટે જતી વખતે તમારી પર્સનાલિટી પર પણ ધ્યાન આપવું જોઈએ.
ડ્રેસિંગ સેન્સ
જ્યારે પણ આપણે કોઈને પહેલીવાર મળીએ છીએ, ત્યારે આપણે સૌ પ્રથમ તેનો દેખાવ એટલે કે તેની ડ્રેસિંગ સેન્સ જોઈએ છીએ. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમે જે જગ્યાએ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તે મુજબના કપડા પહેરો. ઇન્ટરવ્યુમાં ફોર્મલ ડ્રેસ પહેરવાનો પ્રયાસ કરો. આ સાથે તમારા ચહેરા પર સ્મિત પણ રાખો.
કોમ્યુનિકેશન
ઇન્ટરવ્યુ દરમિયાન કોઈપણ પ્રશ્નને પહેલા ધ્યાનથી સાંભળો તેમજ સમજો અને પછી જ સમજી વિચારીને સાચો જવાબ આપો. આ સમય દરમિયાન, સંકોચ ન કરો, પરંતુ સંપૂર્ણ વિશ્વાસ સાથે તમારી વાત રજૂ કરો. આ દરમિયાન તમારી બોડી લેંગ્વેજ પર પણ ધ્યાન આપો. તમારા મુદ્દાને વ્યક્ત કરવા માટે યોગ્ય શબ્દો પસંદ કરવા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ તમામ બાબતો પણ ઇન્ટરવ્યુ દરમિયાન ધ્યાને લેવામાં આવે છે. તમારા શબ્દો સામેની વ્યક્તિને ખાતરી આપી શકે છે કે તમે આ કામ માટે પરફેક્ટ છો.
કોન્ફીડન્સ
ઇન્ટરવ્યુ દરમિયાન નર્વસ થવું સ્વાભાવિક છે. તેમ છતાં તમારે તમારી બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવ એવા રાખવા જોઈએ કે તમારી સામેની વ્યક્તિ તમારી નર્વસનેસનો અંદાજો ન લગાવી શકે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે તમારે તમારી પીઠ સીધી કરીને બેસવું જોઈએ અને ઇન્ટરવ્યુ લેનાર સાથે આઈ કોન્ટેક્ટ જાળવી રાખવો જોઈએ. ઉપરાંત, તેમના તમામ પ્રશ્નોના પોઈન્ટ ટૂ પોઈન્ટ જવાબો આપો. ઇન્ટરવ્યુઅરને તમે તમારી નોકરી વિશે ઉત્સાહિત છો તેવું લાગવું જોઈએ. તેથી તમારું વલણ પણ સકારાત્મક રાખો.








