'પરીક્ષા પે ચર્ચા' 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અરજી, PM મોદી આપશે એક્ઝામની ટિપ્સ
‘પરીક્ષા પે ચર્ચા' 2025 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર વેબસાઈ

‘પરીક્ષા પે ચર્ચા' 2025 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સત્તાવાર વેબસાઈટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેની તમામ સંલગ્ન શાળાઓ માટે 'પરિક્ષા પે ચર્ચા' 2025 અંગે નોટિફિકેશન જારી કર્યું છે. ચાલો જાણીએ કે ‘પરીક્ષા પે ચર્ચા 2025’ માટે કેવી રીતે પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો: Board Exams / વારંવાર વાંચીને પણ પ્રશ્ન ભૂલી જાવ છો? તો આ ટિપ્સ સાથે કરો અભ્યાસ
પીએમ નરેન્દ્ર મોદી સાથેના ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં ભાગ લેનારાઓની પસંદગી ઓનલાઈન MCQ સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. ઓનલાઈન સ્પર્ધા 14 જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે અને તે 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે છે. તમામ સહભાગીઓને ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લેવા માટે સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે.
'પરીક્ષા પે ચર્ચા' 2025નું આયોજન ક્યારે થશે?
આ 'પરીક્ષા પે ચર્ચા'ની 8મી આવૃત્તિ છે, જેનું આયોજન જાન્યુઆરીમાં ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલા લગભગ 2500 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કીટ આપવામાં આવશે. કાર્યક્રમમાં પીએમ મોદી વાલીઓ અને શિક્ષકો સાથે બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરશે અને વિદ્યાર્થીઓને ટિપ્સ આપશે.
આ રીતે નોંધણી કરો
- સત્તાવાર વેબસાઈટ innovateindia1.mygov.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલ Participate Now ટેબ પર ક્લિક કરો.
- હવે Students Participate પર ક્લિક કરો.
- નામ અને ફોન નંબર દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પીએમ મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. તેઓ તેમને પરીક્ષાના પ્રેશર અને તૈયારીને લગતી ટિપ્સ પણ આપે છે. જે શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ, યુટ્યુબ વગેરે પ્લેટફોર્મ પર જોઈ શકાશે. વધુ માહિતી માટે, ઉમેદવારો 'પરીક્ષા પે ચર્ચા'ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.






