Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : How to memorise topics board exam

Board Exams / વારંવાર વાંચીને પણ પ્રશ્ન ભૂલી જાવ છો? તો આ ટિપ્સ સાથે કરો અભ્યાસ

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2024
લાઇવ ટીવીGoogle News
Board Exams / વારંવાર વાંચીને પણ પ્રશ્ન ભૂલી જાવ છો? તો આ ટિપ્સ સાથે કરો અભ્યાસ

CBSEની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. CBSE બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી, 2025થી શરૂ થશે. આ સિવાય અન્ય રાજ્યની બોર્ડની પરીક્ષાઓની ડેટ શીટ નવેમ્બરના છેલ્લા અઠવાડિયે અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયે બહાર પડી શકે છે.

App Store

આ પણ વાંચો: Board Exams / બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય, તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ

ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષાઓ શરૂ થશે તે જોતા ઘણા બાળકોએ અભ્યાસ શરૂ કરી દીધો છે. જો કે, કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જે વારંવાર એક જ વસ્તુ વાંચ્યા પછી પણ ભૂલી જાય છે. નબળી યાદશક્તિને કારણે આવું થઈ શકે છે. આ માટે તમારે તમારી યાદશક્તિ વધારવા પર કામ કરવું જરૂરી છે. જો તમને વારંવાર વાંચ્યા પછી પણ ભૂલી જવાની સમસ્યા હોય તો આ ટિપ્સની મદદથી તમે તમારી સમસ્યાને ઓછી કરી શકો છો અને તમારી યાદશક્તિને પણ વધારી શકો છો. તો ચાલો જાણીએ કે બે મહિનામાં તમે જે વાંચ્યું તે બધું યાદ રાખવા માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરવી.

પેન્સિલ અથવા હાઈલાઈટર સાથે રાખો

જો તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો ભણવા બેસતા પહેલા હાથમાં પેન્સિલ અને હાઈલાઈટર રાખો. અને વાંચતી વખતે મહત્ત્વપૂર્ણ બાબતો અથવા વ્યાખ્યાઓને હાઈલાઈટ કરો. આમ કરવાથી બીજી વખત જ્યારે તે વિષય વાંચશો ત્યારે મહત્ત્વની બાબતો તરત જ દેખાશે.

બ્રેક લો

બોર્ડની પરીક્ષાઓ શરૂ થવામાં તમારી પાસે માત્ર બે મહિના બાકી હોવા છતાં, અભ્યાસ કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે સતત બેસી રહેવાની જરૂર નથી. અભ્યાસની વચ્ચે બ્રેક લેવો પણ જરૂરી છે. તો જ તમારું માઈન્ડ ફ્રેશ રહેશે અને તમે તણાવથી દૂર રહીને સારી રીતે અભ્યાસ કરી શકશો. તેનાથી એકાગ્રતા પણ જળવાઈ રહે છે અને યાદ રાખવાની ક્ષમતા પણ વધે છે.

રિવિઝન જરૂરી છે

અભ્યાસ શરૂ કરતા પહેલા દરરોજ આગળના દિવસે વાંચેલા વિષયનું રિવિઝન કરો. રિવિઝન કરવાથી તમે તમારી યાદશક્તિ કેવી છે તે જાતે સમજી શકશો. શું તમે પહેલા જે વાંચ્યું છે તે તમને યાદ છે અથવા તમે હજુ પણ ભૂલી રહ્યા છો તેથી તમે વાંચેલી વસ્તુઓને હંમેશા રિવાઇઝ કરતા રહો.

ફોર્મ્યુલા યાદ રાખવાની રીત

વિદ્યાર્થીઓને મેથ્સ અને ફિઝીક્સ જેવા વિષયનો સૌથી વધુ ડર લાગે છે. આમાં મોટાભાગના ચેપ્ટર ફોર્મ્યુલા આધારિત હોય છે. આવી સ્થિતિમાં, કેટલાક બાળકો ફોર્મ્યુલાને યાદ રાખવાનો પ્રયાસ કરે છે તેમ છતાં તેને ભૂલી જાય છે. આ માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે કાગળ પર ફોર્મ્યુલાની યાદી બનાવો અને તેને તમારા સ્ટડી ટેબલની સામે દિવાલ પર ચોંટાડો. આ સાથે, તમારી નજર દરરોજ તે ફોર્મ્યુલા પર પડશે અને આ સાથે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખી શકો છો.

પોઈન્ટર્સ બનાવો

લાંબા જવાબો લખવા માટે, તમારે પોઈન્ટર્સ શોર્ટકટ ટ્રિકનો ઉપયોગ કરવો જોઈએ. એવા પ્રશ્નોના શોર્ટકટ બનાવો કે જેમાં ઘણા પોઈન્ટર્સ હોય. ઉદાહરણ તરીકે, ગુજરાતી કે હિન્દી વિષયમાં પાઠ કે કાવ્ય તૈયાર કરવા માટે, તમે તેના સર્જકનું નામ યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.