અમદાવાદમાં નોકરી શોધતા યુવાનો માટે છે બેન્કમાં કામ કરવાની તક, ધોરણ 10 પાસ પણ કરી શકશે અરજી
અમદાવાદમાં નોકરીની શોધ કરી રહેલા અને ખાસ કરીને

અમદાવાદમાં નોકરીની શોધ કરી રહેલા અને ખાસ કરીને ધોરણ 10 પાસ યુવકો માટે નોકરીની તક છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. એડીસી બેન્ક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ધોરણ દસ પાસ ઉમેદવારોની ભરતી કરવાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકે છે.
ભરતી વિગત
એડીસી બેન્ક દ્વારા અમદાવાદમાં ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે 30 સપ્ટેમ્બર સુધી ઓફલાઈન અથવા એડીસી બેન્કની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર
શૈક્ષણિક લાયકાત – 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિષયમાં સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ
વયમર્યાદા – ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ
અનુભવ – ઉમેદવાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
ઓફિસ આસિસ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત – ધોરણ 10 પાસ
વયમર્યાદા – ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પોસ્ટ માટે પસંદગી કરવા લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે, જેમાં જનરલ નોલેજ, કોમ્પ્યુટરનું જ્ઞાન, બેન્કિંગ નોલેજ, શોર્ટ નોટ, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય વિષય આધારિત 100 માર્ક્સનું પેપર પુછાશે. તેમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની ઈન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ બેન્કની https://www.adcbank.coop/ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી અરજી કરી શકે છે. ઓફલાઈન ઉમેદવારોએ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર. ધ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્ક લિમડેટ, ગાંધી બ્રીજ નજીક, ઈનકમ ટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ – 380014 સરનામા પર પોસ્ટ કે રૂબરૂ મુલાકાત મારફત અરજી કરી શકશે.








