મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JOB / SBIમાં ઓફિસર બનવાની શાનદાર તક, ગ્રેજ્યુએટ ઉમેદવારો કરી શકે છે અરજી

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી બેંક ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિય

JOB / SBIમાં ઓફિસર બનવાની શાનદાર તક, ગ્રેજ્યુએટ ઉમેદવારો કરી શકે છે અરજી

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી બેંક ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 17 ડિસેમ્બર 2024 સુધી બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. 

આ પણ વાંચો: ધો.11-12ના 2.50 લાખ વિદ્યાર્થીને સરકારની આ યોજના ફળી, આ રીતે તમે પણ ઉઠાવો લાભ

બેંક તરફથી હેડની 1 જગ્યા, ઝોન હેડની 4 જગ્યાઓ, રિજનલ હેડની 10 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર- ટીમ લીડની 9 જગ્યાઓ અને સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) ની 1 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

અરજી કોણ કરી શકે છે?

હેડની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. સેન્ટ્રલ રિસર્ચ ટીમ માટે, ઉમેદવારો પાસે CA/CFAમાંથી અર્થશાસ્ત્ર/વાણિજ્ય/ફાઇનાન્સ/એકાઉન્ટિંગ/બિઝનેસ મેનેજમેન્ટ/સ્ટેટિસ્ટિક્સ/બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી આવશ્યક છે, જ્યારે અન્ય પોસ્ટ્સ માટે, ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

અરજી ફી

જનરલ/EWS/OBC કેટેગરી માટે અરજી ફી 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC/ST/PWBD કેટેગરીના અરજદારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

અરજી કેવી રીતે કરવી?

  • બેંકની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર ક્લિક કરો.
  • હવે 'SBI SCO ભરતી 2024' નોટિફિકેશનની લિંક પર ક્લિક કરો.
  • નોટિફિકેશન વાંચો અને અરજી ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ચૂકવ્યા પછી સબમિટ કરો.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને CTE દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અને તેના દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો બેંક દ્વારા જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.

આ સમાચાર શેર કરો