મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

UGC NET સહિત 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાઈ, આ ફોર્મેટમાં લેવામાં આવશે પેપર

NEET પરીક્ષાના વિવાદ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC NET સહિત 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે. UGC NET-JRF હવે

UGC NET સહિત 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાઈ, આ ફોર્મેટમાં લેવામાં આવશે પેપર

NEET પરીક્ષાના વિવાદ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC NET સહિત 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે. UGC NET-JRF હવે 21મી ઓગસ્ટથી 4ઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર પરીક્ષા હવે કોમ્પ્યુટર આધારિત હશે. એટલે કે પરીક્ષા ઓફલાઈનને બદલે ઓનલાઈન લેવાનો નિર્ણય લેવાયો છે. NTAએ પેપર લીકથી બચવા માટે આ તૈયારીઓ કરી છે.

NTAના નવા કેલેન્ડર મુજબ, જોઈન્ટ CSIR UGC પરીક્ષા હવે 25 જુલાઈથી 27 જુલાઈ, 2024 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા પણ ઓનલાઈન મોડથી જ લેવાશે. આ ઉપરાંત NCET પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે 10મી જુલાઈએ લેવામાં આવશે. ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ એન્ટ્રન્સ ટેસ્ટ પહેલાની જેમ 6 જુલાઈના રોજ લેવામાં આવશે.

UGC NETની પરીક્ષા રદ્દ કરાઈ હતી

અગાઉ, NET પરીક્ષા 18 જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે તે રદ્દ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને પરીક્ષામાં કેટલીક ગેરરીતિઓ વિશે સંકેતો મળ્યા હતા, જેના પછી શિક્ષણ મંત્રાલયે તરત જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. 18 જૂને યોજાયેલી પરીક્ષામાં 9 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

આ પરીક્ષા મોકૂફ રાખી હતી 

NTAની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) પરીક્ષા અગાઉ 12 જૂનના રોજ યોજાવાની હતી પરંતુ NTAએ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેને મોકૂફ રાખી હતી. ચાર વર્ષના B.Ed કોર્સ (ITEP) માં એડમિશન માટે આ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. CSIR UGC NET પરીક્ષા 2024 25 જૂનથી 27 જૂન, 2024 દરમિયાન યોજાવાની હતી, પરંતુ NTA એ દ્વારા તેને પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં પીએચડીમાં પ્રવેશ માટે યોગ્યતા નક્કી કરવા માટે લેવામાં આવે છે.

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 'જેવી અમને જાણ થઈ કે UGC-NET જેવું પેપર ડાર્કનેટ પર ઉપલબ્ધ છે, અમે તરત જ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો. અન્યથા વિદ્યાર્થીઓમાં ખોટો સંદેશ જાય છે. અમે જવાબદારી લઈએ છીએ અને સિસ્ટમમાં સુધારો થવો જોઈએ.' વધુમાં, સીબીઆઈની તપાસ બાદ એવું બહાર આવ્યું હતું કે પરીક્ષાના બે દિવસ પહેલા, 16 જૂનના રોજ ડાર્કનેટ અને અન્ય એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા ચેનલો પર પેપર લીક થયું હતું અને તે રૂ. 5 લાખથી વધુમાં વેચાયું હતું.

આ સમાચાર શેર કરો