NEET 2024નું પેપર લીક થયું? જુઓ NTAએ શું આપ્યો જવાબ
NTAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'નિયમો મુજબ, વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા પછી જ પ્રશ્નપત્ર સાથે હોલમાંથી બહ

NTAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'નિયમો મુજબ, વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા પછી જ પ્રશ્નપત્ર સાથે હોલમાંથી બહાર જવાની છૂટ છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ બળપૂર્વક બહાર નીકળી ગયા હતા.'
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે અંડરગ્રેજ્યુએટ (NEET UG) 2024 માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ દેશભરના 557 શહેરો અને વિદેશના 14 શહેરોમાં યોજી હતી. જો કે, ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રશ્નપત્ર લીક થયું છે.
રાજસ્થાનના એક કેન્દ્ર પર હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓએ (ગર્લ્સ હાયર સેકન્ડરી આદર્શ વિદ્યા મંદિર, મેન્ટટાઉન, સવાઈ માધોપુર) દાવો કર્યો છે કે તેમને અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા. NTAએ ખોટા પ્રશ્નપત્રની ભૂલ સ્વીકારી છે, જ્યારે એજન્સીએ પેપર લીકના અહેવાલોને નકારી કાઢ્યા છે.
NEET UG પ્રશ્નપત્ર ‘લીક’ બાબતે NTAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નિયમો અનુસાર વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા પછી પ્રશ્નપત્ર સાથે હોલની બહાર જવા દેવામાં આવે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ બળપૂર્વક બહાર નીકળી ગયા હતા. જેના કારણે સાંજે 4 વાગ્યાની આસપાસ પ્રશ્નપત્ર ઈન્ટરનેટ પર ફરતું થઈ ગયું હતું, પરંતુ ત્યાં સુધીમાં દેશભરના અન્ય તમામ કેન્દ્રોમાં પરીક્ષા શરૂ થઈ ગઈ હતી.
NEET UG 2024 5 મેના રોજ બપોરે 2 થી 5:20 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે, NEET UG માટે રેકોર્ડ 23 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 10 લાખથી વધુ પુરૂષ વિદ્યાર્થીઓ, 13 લાખથી વધુ છોકરીઓ અને 24 વિદ્યાર્થીઓ 'થર્ડ જેન્ડર' કેટેગરીમાં નોંધાયેલા હતા. ઉત્તર પ્રદેશમાં 3,39,125 નોંધણી સાથે સૌથી વધુ ઉમેદવારો નોંધાયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 279904 ઉમેદવારો નોંધાયા હતા. રાજસ્થાનમાં 1,96,139 હતા. દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં 1,55,216 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જ્યારે કર્ણાટકમાં 1,54,210 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2023માં કુલ 20,87,449 ઉમેદવારોએ NEET UG 2023 માટે નોંધણી કરી હતી અને પરીક્ષા 7 મેના રોજ લેવામાં આવી હતી, જેમાંથી NTA એ 97.7 ટકા હાજરી નોંધાવી હતી અને લગભગ 8,700 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા હાથ ધરવામાં આવી હતી.








