મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

કેન્દ્રીય વિદ્યાલયમાં કઈ ઉંમર સુધી પ્રવેશ મેળવી શકાય છે? અહીં જાણો મહત્ત્વપૂર્ણ નિયમો

કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવો સરળ નથી. જેઓ KVSમાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓ ચોક્કસપણે આ વિશે જાણતા હશે.

કેન્દ્રીય વિદ્યાલયમાં કઈ ઉંમર સુધી પ્રવેશ મેળવી શકાય છે? અહીં જાણો મહત્ત્વપૂર્ણ નિયમો

કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવો સરળ નથી. જેઓ KVSમાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓ ચોક્કસપણે આ વિશે જાણતા હશે. KVS એડમીશન ગાઈડલાઇન્સ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન kvsangathan.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાય છે. કેન્દ્રીય વિદ્યાલયમાં રજીસ્ટ્રેશન કરાવતા પહેલા, દરેક વર્ગ માટે નક્કી કરેલી વય મર્યાદા જાણવી જોઈએ.

કેન્દ્રીય વિદ્યાલયે પ્રવેશ અંગેના નિયમો બનાવ્યા છે. પ્રવેશ માટે પ્રાયોરીટી લીસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. અગ્રતાના ધોરણે પ્રવેશ મેળવ્યા બાદ જે બેઠકો ખાલી રહે છે તેના પર અન્ય બાળકોને પ્રવેશ મળે છે. જો તમે પણ આ વર્ષે તમારા બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવા માંગતા હોવ તો જાણો વર્ગ 1થી 10 માટે નક્કી કરેલી વય મર્યાદા.

કેન્દ્રીય વિદ્યાલય ક્લાસ 1માં રજીસ્ટ્રેશન માટે, kvsangathan.nic.in પર અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ અરજદારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેન્દ્રીય વિદ્યાલય પ્રવેશ ફોર્મ 2024 ભરતા અને સબમિટ કરતા પહેલા પ્રાયોરીટી લીસ્ટ અને લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા કાળજીપૂર્વક તપાસે. આનાથી તમને ખ્યાલ આવશે કે તમારા બાળકને KVSમાં પ્રવેશ મળશે કે નહીં.

વય મર્યાદા

કેન્દ્રીય વિદ્યાલય પ્રવેશ વય મર્યાદા 2024 જોયા અને સમજ્યા પછી જ અરજી ફોર્મ ભરો. કેટલાક વિશેષ કેસોમાં વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે. તમે વેબસાઇટ પર તેની વિગતો ચકાસી શકો છો અથવા માહિતી મેળવવા માટે તમારી નજીકની શાળાનો સંપર્ક કરી શકો છો.

  • ક્લાસ 1 – 6થી 8 વર્ષ
  • ક્લાસ 2 – 7થી 9 વર્ષ
  • ક્લાસ 3 – 8થી 10 વર્ષ
  • ક્લાસ 4 – 8થી 10 વર્ષ
  • ક્લાસ 5 – 9થી 11 વર્ષ
  • ક્લાસ 6 – 10થી 12 વર્ષ
  • ક્લાસ 7 – 11થી 13 વર્ષ
  • ક્લાસ 8 – 12થી 14 વર્ષ
  • ક્લાસ 9 – 13થી 15 વર્ષ
  • ક્લાસ 10 – 14થી 16 વર્ષ

કઈ તારીખ સુધી જન્મેલા બાળકોને પ્રવેશ મળશે?

કેન્દ્રીય વિદ્યાલય પ્રવેશ ફોર્મ 2024 ભરતી વખતે, વય મર્યાદા તેમજ જન્મ તારીખ તપાસવી મહત્ત્વપૂર્ણ છે. દરેક વર્ગ માટે ઉપર દર્શાવેલ KVS પ્રવેશ વય મર્યાદા તે વર્ષના 31મી માર્ચના રોજ ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે KVS એડમિશન 2024 ફોર્મ ભરી રહ્યા છો, તો બાળકની ઉંમર 31મી માર્ચ 2024 સુધી ગણવામાં આવશે. જો કે, KVS નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 01 એપ્રિલે જન્મેલા બાળકોને પણ પ્રવેશ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો