મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

સાઈકોલોજીસ્ટ અને સાઈકાટ્રીસ્ટ વચ્ચે શું તફાવત છે? જાણો બંનેના એજ્યુકેશન અને વર્કિંગ સિસ્ટમ વિશે

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિસ્તરણ પછી, લોકો હવે માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ વાત કરવા લાગ્યા

સાઈકોલોજીસ્ટ અને સાઈકાટ્રીસ્ટ વચ્ચે શું તફાવત છે? જાણો બંનેના એજ્યુકેશન અને વર્કિંગ સિસ્ટમ વિશે

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વિસ્તરણ પછી, લોકો હવે માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ વાત કરવા લાગ્યા છે અને લોકો જરૂર પડ્યે પ્રોફેશનલ હેલ્પ પણ લઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે અડધાથી વધુ લોકો જાણતા ન હતા કે માનસિક સ્વાસ્થ્ય જેવી વસ્તુ છે. માનસિક સ્વાસ્થ્યની કેટલીક સમસ્યાઓ એવી છે જેને તમે વાત કરીને હલ કરી શકો છો, પરંતુ કેટલીક સમસ્યાઓને ઉકેલવા માટે દવાઓની મદદ લેવી પડે છે.

બે વ્યક્તિઓ છે જે માનસિક સ્વાસ્થ્યનો ઇલાજ કરે છે, એક સાઈકોલોજીસ્ટ છે અને બીજા સાઈકાટ્રીસ્ટ છે, તે બંને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન અને સારવાર કરે છે. તમને જણાવી દઈએ કે આ બંને એકબીજાથી ખૂબ જ અલગ છે, તેમનું એજ્યુકેશન, વર્કિંગ સિસ્ટમ, ટ્રીટમેન્ટ અને ટ્રેઈનિંગ, બધું જ ઘણું અલગ છે, તો ચાલો જાણીએ તેમની વચ્ચેનો તફાવત.

એજ્યુકેશન અને ટ્રેનીંગ

સાઈકોલોજીસ્ટ

એજ્યુકેશન - સાઈકોલોજીસ્ટ  બનવા માટે, વ્યક્તિ  સાઈકોલોજીમાં બેચલર (BA/BSc), માસ્ટર્સ (MA/MSc) અને પછી ડોક્ટરેટ (PhD અથવા PsyD) ની ડિગ્રી મેળવે છે.

ટ્રેનીંગ - સાઈકોલોજીસ્ટ ક્લિનિકલ, કાઉન્સેલિંગ અથવા સ્કૂલ સાયકોલોજીમાં વિશેષ તાલીમ મેળવે છે. આ ઉપરાંત તેમને રિસર્ચ વર્કની પણ ટ્રેનીંગ આપવામાં આવે છે.

લાઇસન્સ - પ્રોફેશનલ રીતે કામ કરવા માટે, સાઈકોલોજીસ્ટે સંબંધિત સરકાર અથવા વ્યાવસાયિક બોર્ડ પાસેથી લાઇસન્સ મેળવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સાઈકાટ્રીસ્ટ

એજ્યુકેશન - સાઈકાટ્રીસ્ટ બનવા માટે, વ્યક્તિએ પ્રથમ મેડીકલ ડિગ્રી (MBBS) મેળવવી આવશ્યક છે. આ પછી, માનસિક સ્વાસ્થ્યમાં વિશેષતા મેળવવા માટે, તેઓએ મનોચિકિત્સામાં MD અથવા DNB ડિગ્રી લેવી પડે છે.

ટ્રેનીંગ - સાઈકાટ્રીસ્ટને માનસિક બીમારીઓ માટે જૈવિક અને તબીબી સારવારમાં વ્યાપક ટ્રેનીંગ આપવામાં આવે છે. આમાં દવાઓનો ઉપયોગ, તબીબી પ્રક્રિયાઓ અને રોગની સારવારનો સમાવેશ થાય છે.

લાઇસન્સ -  સાઈકાટ્રીસ્ટે મેડિકલ બોર્ડ પાસેથી લાઇસન્સ મેળવવું પણ જરૂરી છે જેથી તે દર્દીઓને તબીબી સારવાર આપી શકે.

વર્કિંગ સિસ્ટમ

સાઈકોલોજીસ્ટ

સાઈકોથેરાપી - સાઈકોલોજીસ્ટ CBT (કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી), ફેમિલી થેરાપી અને પર્સનલ કાઉન્સેલિંગ જેવી વિવિધ પ્રકારની થેરાપી દ્વારા દર્દીઓની સારવાર કરે છે, જેમાં મુખ્યત્વે સાઈકોલોજીસ્ટ દર્દી સાથે વાત કરે છે.

સાઈકોલોજીકલ ટેસ્ટ - સાઈકોલોજીસ્ટ વિવિધ પ્રકારના ટેસ્ટ અને અસેસમેંટ કરે છે - જેમ કે IQ ટેસ્ટ, પર્સનાલીટી અસેસમેંટ અને ન્યુરો સાઈકોલોજીકલ ટેસ્ટ.

રિસર્ચ એન્ડ એકેડમિક વર્ક - સાઈકોલોજીસ્ટ રિસર્ચ એન્ડ એકેડમિક વર્ક કરતા રહે છે, જેથી માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી માહિતી અને ટેકનીક વિકસાવી શકાય.

સાઈકાટ્રીસ્ટ

દવાઓનો ઉપયોગ - સાઈકાટ્રીસ્ટ દર્દીઓના માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે દવાઓનો ઉપયોગ કરે છે. જેમ કે એન્ટીડિપ્રેસન્ટ્સ, એન્ટી-સાયકોટિક્સ અને એન્ટી-એન્ઝાયટી દવાઓ વગેરે.

મેડીકલ ટ્રીટમેન્ટ -  સાઈકાટ્રીસ્ટ મેડીકલ અને બાયોલોજીકલ ટ્રીટમેન્ટ પણ પ્રદાન કરે છે, જેમ કે ઇલેક્ટ્રોકોનવલ્સિવ થેરાપી (ECT).

ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ - સાઈકાટ્રીસ્ટ સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર અને ગંભીર ડિપ્રેશન જેવી જટિલ માનસિક વિકૃતિઓનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરે છે.

આ સમાચાર શેર કરો