મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Career / ડિગ્રી અને ડિપ્લોમા કોર્સમાં એડમિશન લેતા પહેલા જાણો બંને વચ્ચેનો તફાવત અને ફાયદા

હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી મનમાં પહેલો પ્રશ્ન આવે છે કે આગળ શું કરવું, કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો? અથવા

Career / ડિગ્રી અને ડિપ્લોમા કોર્સમાં એડમિશન લેતા પહેલા જાણો બંને વચ્ચેનો તફાવત અને ફાયદા

હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી મનમાં પહેલો પ્રશ્ન આવે છે કે આગળ શું કરવું, કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો? અથવા કયો વિષય પસંદ કરવો? આવી સ્થિતિમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વિચારે છે કે ડિગ્રી કોર્સ કરવો કે ડિપ્લોમા કોર્સ. કેટલાક લોકોને આ બે વચ્ચે પસંદગી કરવામાં મુશ્કેલી પડે છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આ બે વચ્ચેનો તફાવત નથી જાણતા. આજે આ લેખમાં અમે તમને ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ વચ્ચેના તફાવત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ડિપ્લોમા કોર્સ શું છે?

ડિપ્લોમા કોર્સ એ એક શૈક્ષણિક કાર્યક્રમ છે, જે વિદ્યાર્થીઓને ચોક્કસ ક્ષેત્રમાં નોલેજ અને સ્કિલ્સ પ્રદાન કરે છે. ડિપ્લોમા કોર્સ સામાન્ય રીતે ડિગ્રી પ્રોગ્રામ્સ કરતાં ટૂંકા સમયગાળાના હોય છે અને વિદ્યાર્થીઓને ચોક્કસ ઉદ્યોગ અથવા ભૂમિકામાં કારકિર્દી શરૂ કરવા માટે તૈયાર કરે છે. તમને જણાવી દઈએ કે ડિપ્લોમા કોર્સ બે પ્રકારના હોય છે.

ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ

ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ હાથ ગ્રેજ્યુએશન લેવલ પર કરવમાં આવે છે. આવા કોર્સ માટેની લાયકાત 10 કે 12 પાસ હોય છે. 

  • ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. 
  • ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇન.
  • ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ.
  • ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ.
  • ડિપ્લોમા ઇન એનિમેશન અને મલ્ટીમીડિયા.
  • ડિપ્લોમા ઇન નર્સિંગ.
  • ડિપ્લોમા ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ.

પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ

પીજી ડિપ્લોમા કોર્સ એ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ પર ડિપ્લોમા પ્રોગ્રામ છે. આવા કોર્સ માટે મૂળભૂત પાત્રતા માપદંડ એ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે. 

  • પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ.
  • પીજી ડિપ્લોમા ઇન લો.
  • પીજી ડિપ્લોમા ઇન મેડિકલ સાયન્સ.
  • પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમ અને મેડિકલ સાયન્સ.
  • પીજી ડિપ્લોમા ઇન બિઝનેસ ઍનલિટિક્સ.
  • પીજી ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન.
  • પીજી ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ.

ડિગ્રી પ્રોગ્રામ્સ શું છે?

ડિગ્રી પ્રોગ્રામ્સ એ કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા શૈક્ષણિક કાર્યક્રમો છે. આમાં સામાન્ય રીતે અભ્યાસના ચોક્કસ ક્ષેત્રમાં સમયરેખા અને કોર્સની સિરીઝ હોય છે . ડિગ્રી લેવલ અને ચોક્કસ ક્ષેત્રના આધારે ડિગ્રી પ્રોગ્રામ્સની અવધિ બદલાઈ શકે છે.

બેચલર ડિગ્રી (3 - 4 વર્ષ)

  • BA - બેચલર ઓફ આર્ટસ.
  • B.Tech - કમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન, સિવિલ, બાયોમેડિકલ, મિકેનિકલ અને કેમિકલ એન્જિનિયરિંગ.
  • B.Com - બેચલર ઓફ કોમર્સ.
  • B.Sc - બેચલર ઓફ સાયન્સ.
  • BBA - બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન.
  • BCA - બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન.
  • B.Arch - બેચલર ઓફ આર્કીટેક્ચર.

માસ્ટર ડિગ્રી (2 વર્ષ)

  • MA
  • M.Tech
  • MBA
  • M.Sc.
  • M.Com
  • MCA

ડોક્ટરલ ડિગ્રી

  • Ph.D. (ફિલોસોફીના ડોક્ટર)
  • Ed.D. (શિક્ષણમાં ડોક્ટરેટ)
  • MD (ડોક્ટર ઓફ મેડિસિન)
  • D.M.D. (ડેન્ટલ મેડિસિન ડોક્ટર)
  • SJD (જ્યુરિડિકલ સાયન્સના ડોક્ટર)
  • DBA (ડોક્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)

ડિગ્રી અને ડિપ્લોમાના ફાયદા

ડિપ્લોમાનો ફાયદો એ છે કે તે તમને ટૂંકા ગાળામાં તમારા પસંદ કરેલા ક્ષેત્રમાં વધુ સારી ટ્રેનીંગ મેળવવાની મંજૂરી આપે છે. જ્યારે કારકિર્દીની સંભાવનાઓની વાત આવે છે, ત્યારે ડિપ્લોમા કરતા ડિગ્રીને ઘણી વખત વધુ મહત્ત્વપૂર્ણ અને લાયક ગણવામાં આવે છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં કે જેમાં હાઈ લેવલની સ્કિલ્સની જરૂર હોય છે. જો કે, ડિપ્લોમા એવા વ્યક્તિઓ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે જેઓ કોઈ ચોક્કસ ટ્રેડ અથવા ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટીકલ સ્કિલ્સ અને નોલેજ મેળવવા માંગે છે.

આ સમાચાર શેર કરો