મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

EXAM / 20 સપ્ટેમ્બરથી શરૂ થશે SBI ક્લાર્ક પ્રિલિમ્સ, પરીક્ષા પહેલા જાણી લો મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્લાર્ક (જુનિયર એસોસિયેટ) ની પ્રિલિમ્સ માટેના એડમિટ ક

EXAM / 20 સપ્ટેમ્બરથી શરૂ થશે SBI ક્લાર્ક પ્રિલિમ્સ, પરીક્ષા પહેલા જાણી લો મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્લાર્ક (જુનિયર એસોસિયેટ) ની પ્રિલિમ્સ માટેના એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ, sbi.co.in પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. પરીક્ષામાં બેસનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ તેમના લોગિન આઈડીનો ઉપયોગ કરવાની જરૂર પડશે. SBI ક્લાર્ક પ્રિલિમ્સ 20, 21 અને 27 સપ્ટેમ્બરના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની છે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો કેટલીક મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ ફોલો કરવી પડશે. ચાલો તમને આ ગાઈડલાઈન્સ વિશે જણાવીએ

ગાઈડલાઈન્સ

રિપોર્ટિંગ ટાઈમ: ઉમેદવારોએ સવારની શિફ્ટ માટે સવારે 8:00 વાગ્યા સુધીમાં રિપોર્ટિંગ કરવું આવશ્યક છે. સવારે 11:25 વાગ્યાની શિફ્ટ માટે રિપોર્ટિંગ સમય સવારે 10:30 વાગ્યાનો છે, અને બપોરે 1:55 વાગ્યાની શિફ્ટ માટે, રિપોર્ટિંગ સમય બપોરે 1:00 વાગ્યાનો છે.

એડમિટ કાર્ડ: ઉમેદવારોએ તેમનું એડમિટ કાર્ડ પરીક્ષા કેન્દ્ર પર લાવવાનું રહેશે, તેના વિના, તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ સાથે, ઉમેદવારોએ તેમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર જેવા આઈડી પ્રૂફ સાથે લાવવા પડશે.

પ્રતિબંધિત વસ્તુઓ: ઉમેદવારો કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર તેમજ જ્યોમેટ્રી સેટ, પેન્સિલ બોક્સ વગેરે નહીં રાખી શકે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઈટ, sbi.co.in ની મુલાકાત લો.
  • પછી, SBI ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડ PDF લિંક પર ક્લિક કરો.
  • લોગિન માટે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરો.
  • આ પછી SBI ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2025 PDF ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે.
  • હવે તમારું એડમિટ કાર્ડ સેવ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

SBI ક્લાર્ક પ્રિલિમ્સ એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ, રોલ નંબર, જન્મ તારીખ, પરીક્ષાની તારીખ, શિફ્ટ, પરીક્ષા કેન્દ્રનું સરનામું અને અન્ય વિગતો હશે.

પરીક્ષા પેટર્ન

SBI ક્લાર્ક પ્રિલિમ્સમાં 100 પ્રશ્નો હશે, જેમાં 30 ઈંગ્લિશના, 35 ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડના અને 35 રિઝનિંગના હશે. આ પરીક્ષા એક કલાક માટે લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હશે, જેમાં દરેક ખોટા જવાબ માટે દરેક પ્રશ્નના માર્કના એક ચતુર્થાંશ માર્ક કાપવામાં આવશે.

આ સમાચાર શેર કરો