NTA દ્વારા બહાર પાડવામાં આવ્યું JEE મેઈન્સ સેશન 1 પરીક્ષાનું એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ JEE મેઈન્સ 2025 સેશન 1 પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ JEE મેઈન્સ 2025 સેશન 1 પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ JEE મેઈન્સની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોને તેમના એપ્લિકેશન નંબર અને પાસવર્ડની જરૂર પડશે.
આ પણ વાંચો: IT સેક્ટરમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખૂશખબરઃ વિપ્રો આ વર્ષે 12000 ફ્રેશર્સની ભરતી કરશે
આ એડમિટ કાર્ડ 22, 23 અને 24 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારી JEE મેઈન્સ પરીક્ષા માટે જારી કરવામાં આવ્યા છે. NTA દેશના વિવિધ શહેરોમાં અને ભારતની બહારના 15 શહેરોમાં સ્થિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર JEE મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
- પછી હોમ પેજ પર ઉપલબ્ધ JEE મેઈન્સ એડમિટ કાર્ડ 2025 લિંક પર ક્લિક કરો.
- તે પછી એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ લોગિન વિગતો દાખલ કરવાની રહેશે.
- હવે સબમિટ પર ક્લિક કરતા તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- તમારું એડમિટ કાર્ડ તપાસો અને પેજ ડાઉનલોડ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.
પરીક્ષા ક્યારે યોજાશે?
JEE મેઈન્સ સેશન1 માટે પેપર 1ની પરીક્ષા 22 જાન્યુઆરીથી શરૂ થશે અને 23, 24, 28 અને 29 જાન્યુઆરી, 2025 સુધી ચાલશે, જ્યારે પેપર 2ની પરીક્ષા 30 જાન્યુઆરી, 2025ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા પેપર 1 માટે બે શિફ્ટમાં લેવામાં આવશે, પહેલી શિફ્ટ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. પેપર 2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવશે.
JEE મેઈન્સ 2025ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આમાં, પેપર 1ની પરીક્ષા BE/B.Techમાં પ્રવેશ માટે હશે, જ્યારે પેપર 2ની પરીક્ષા B.Arch અને B.Planning કોર્ષમાં પ્રવેશ માટે હશે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ, jeemain.nta.nic.in ની મુલાકાત લઈ શકે છે.






