મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

VIDEO: JEE Mains 2026 સેશન 2 માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, રસ ધરાવતા ઉમેદવારો જલ્દી ભરી લો ફોર્મ

JEE Mains 2026 સેશન 2 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE Main

તસવીર: GSTV

JEE Mains 2026 સેશન 2 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE Mains 2026 સેશન 2 માટે અરજી કરવાની વિન્ડો ફરી ખોલી છે. કોઈપણ કારણોસર અરજી પ્રક્રિયા ચૂકી ગયેલા અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ, 2026 છે. ઉમેદવારો 13 માર્ચ, 2026ના રોજ રાત્રે 9:00 વાગ્યા સુધી અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ પર એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • હવે તમારું રજીસ્ટ્રેશન કરી લો.
  • આ પછી અરજી ફોર્મ ભરીને સબમિટ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી લો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

સેશન 2ની પરીક્ષા ક્યારે લેવાશે?

તમને જણાવી દઈએ કે JEE Mains 2026 સેશનની પરીક્ષા 2 એપ્રિલથી 9 એપ્રિલ, 2026 દરમિયાન યોજાવાની છે. ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ ચેક કરતી રહેવી જોઈએ.

આ સમાચાર શેર કરો