JEE Advanced 2025 પરીક્ષાની તારીખ જાહેર, અહીં જાણો તમામ મહત્ત્વપૂર્ણ વિગતો
IIT કાનપુરે JEE એડવાન્સ્ડ 2025 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષા 18 મે 2025ના રોજ લેવામાં આવશે. IIT કાનપુર દ્વારા

IIT કાનપુરે JEE એડવાન્સ્ડ 2025 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષા 18 મે 2025ના રોજ લેવામાં આવશે. IIT કાનપુર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, પરીક્ષાનું પહેલું પેપર સવારે 9થી 12 વાગ્યા સુધી લેવામાં આવશે, જ્યારે બીજું પેપર બપોરે 2:30થી 5:30 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે.
આ પણ વાંચો: એક જ વખતમાં ક્રેક કરવા માંગો છો JEE Mains? તો તૈયારી કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો
આ પરીક્ષા સમગ્ર દેશમાં IIT સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવે છે, જેમાં બે પેપર એટલે કે પેપર 1 અને પેપર 2 હોય છે. બંને પેપરનો સમયગાળો ત્રણ કલાકનો હોય છે અને ઉમેદવારોએ બંને પેપરમાં હાજર રહેવાનું હોય છે. ઉમેદવાર સતત બે વર્ષમાં વધુમાં વધુ બે વાર પરીક્ષા આપી શકે છે.
શૈક્ષણિક લાયકાત
JEE એડવાન્સ્ડ 2025ની પરીક્ષામાં બેસવા માટે, ઉમેદવારો JEE મેઈન્સ 2025ના BE/B.Tech પેપરમાં ટોચના 2 લાખ 50 હજાર સફળ ઉમેદવારોમાં હોવા જોઈએ. આ ઉપરાંત, તેઓએ 2024 અથવા 2025માં ફરજિયાત વિષયો તરીકે ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે એડવાન્સ્ડ ધોરણ 12 (અથવા સમકક્ષ) ની પરીક્ષામાં આપેલી હોવી જોઈએ.
વય મર્યાદા
ફક્ત તે જ ઉમેદવારો જેઓ 1 ઓક્ટોબર, 2000 રોજ અથવા તે પછી જન્મ્યા છે તેઓ JEE એડવાન્સ્ડ માટે પાત્ર બની શકે છે. જો કે, SC, ST અને PWD ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે, જેનો અર્થ છે કે તેમનો જન્મ 1 ઓક્ટોબર, 1995ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ.
અરજી કેવી રીતે અરજી કરવી?
- સૌથી પહેલા JEE એડવાન્સ્ડની સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ.
- પછી 'JEE એડવાન્સ્ડ રજિસ્ટ્રેશન પોર્ટલ' એક્સેસ કરો અને JEE (મેઈન્સ) 2025ના એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
- અરજી ફોર્મ ભરો અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લો.
રજીસ્ટ્રેશન ફી કેટલી છે?
JEE એડવાન્સ્ડ માટેની અરજી ફી વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અલગ છે. મહિલા ઉમેદવારો (તમામ શ્રેણીઓ) અને SC, ST અને PWD ઉમેદવારોએ 1450 રૂપિયા ફી ચૂકવવાની રહેશે, જ્યારે અન્ય તમામ ઉમેદવારોએ 2900 રૂપિયા ચૂકવવાના રહેશે. વિદેશી નાગરિકો (જેમાં PIO/OCI પણ સામેલ છે) જો સાર્ક દેશોમાં રહે તો 90 યુએસ ડોલર અને બિન-સાર્ક દેશોમાં રહેતા હોય તો 180 યુએસ ડોલરની ફી ચૂકવવી પડશે.








