મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

સરકારી નોકરી : ITBPમાં B.Ed. અને મનોવિજ્ઞાનમાં સ્નાતક થયેલાઓ માટે હેડ કોન્સ્ટેબલની ભરતી, જાણો તમામ વિગત

ITBP Opens Applications for Head Constable Post for Education and Stress Counsellor position | ITBP Recruitment : ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)એ હ

સરકારી નોકરી : ITBPમાં B.Ed. અને મનોવિજ્ઞાનમાં સ્નાતક થયેલાઓ માટે હેડ કોન્સ્ટેબલની ભરતી, જાણો તમામ વિગત

ITBP Recruitment : ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)એ હેડ કોન્સ્ટેબલ (એજ્યુકેશન અને સ્ટ્રેસ કાઉન્સેલર)ની પોસ્ટ માટે અધિકૃત રીતે અરજીઓ શરૂ કરી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ITBPની સત્તાવાર ભરતી વેબસાઇટ recruitment.itbpolice.nic.in દ્વારા તેમની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકે છે.

આ ભરતી 112 જગ્યાઓ માટે  છે, જેના માટેની અરજી 7 જુલાઈથી 5 ઓગસ્ટ, 2024 સુધી સ્વીકારવામાં આવશે. અરજદારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ડિગ્રી હોવી આવશ્યક છે. વૈકલ્પિક રીતે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત અથવા બેચલર ઑફ એજ્યુકેશન ડિગ્રી અથવા બેચલર ઑફ ટીચિંગ ડિગ્રી હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં પ્રથમ શારીરિક પરીક્ષા અને બાદમાં લેખિત પરીક્ષાનો સમાવેશ થાય છે.

શરૂઆતમાં ઉમેદવારોને ઓનલાઈન એડમિટ કાર્ડ્સ પ્રાપ્ત થશે અને જ્યાં સુધી તેઓ આખરે પસંદ ન થાય ત્યાં સુધી તેમની ઉમેદવારી કામચલાઉ રહેશે અને વેરિફિકેશનના તબક્કા દરમિયાન તમામ સંબંધિત દસ્તાવેજો અને પ્રમાણપત્રો અસલ અને નિયત ફોર્મેટમાં સબમિટ કરવાના રહેશે. 

પસંદગી પ્રક્રિયામાં શારીરિક સજ્જતા પરીક્ષા-PET અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ-PST પણ શામેલ છે. આ કસોટીઓ પછી ઉમેદવારો 100 ગુણના વિકલ્પ આધારિત પ્રશ્નો (MCQ) ધરાવતી લેખિત પરીક્ષા માટે હાજર થવા યોગ્ય ગણાશે.  

પરીક્ષા ફી

સામાન્ય વર્ગ(UR), અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) કેટેગરીના પુરૂષ ઉમેદવારોએ ITBP વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા રૂ.100 ની અરજી ફી ચૂકવવી પડશે. જો કે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો