ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં નોકરી મેળવવાની તક, ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો કરી શકે છે અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ

ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 10મી સપ્ટેમ્બર સુધી બેંકની સત્તાવાર વેબસાઈટ iob.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કર્યા પછી, ઉમેદવારો 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન મોડમાં અરજી ફી જમા કરી શકે છે.
બેંકે કુલ 550 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જાહેર કરાયેલ સત્તાવાર નોટિફિકેશન અનુસાર, એપ્રેન્ટિસશિપનો સમયગાળો 1 વર્ષનો રહેશે. ચાલો જાણીએ કે અરજી કરનાર ઉમેદવાર પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ અને કઈ ઉંમર સુધી ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
લાયકાત
એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. અરજી કરવા માટે લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ છે. OBC કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવી છે અને SC અને STને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
અરજીની ફી કેટલી છે?
જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 944 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના અરજદારોએ 708 રૂપિયાની અરજી ફી જમા કરાવવાની રહેશે. વિકલાંગ વર્ગ માટે અરજી ફી રૂ 472 છે.
આ રીતે અરજી કરો
- બેંકની સત્તાવાર વેબસાઈટ iob.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર ક્લિક કરો.
- હવે એપ્રેન્ટિસ ભરતી માટે અરજી લિંક પર ક્લિક કરો.
- અહીં તમામ વિગતો દાખલ કરો અને અરજી કરો.
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
પસંદગી કેવી રીતે થશે?
એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી CBT પરીક્ષા અને લેગ્વેજ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. પરીક્ષામાં 100 માર્કસના કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ભરતી સંબંધિત માહિતી માટે, ઉમેદવારો બેંક દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન ચેક કરી શકે છે.








