ઈન્ડિયન આર્મીમાં પરીક્ષા આપ્યા વિના જ ઓફિસર બનવાની સોનેરી તક, જાણો સિલેક્શન પ્રોસેસ
ભારતીય સેનામાં જોડાવું ઘણા યુવાનોનું સ્વપ્ન હોય છે અને જો ત

ભારતીય સેનામાં જોડાવું ઘણા યુવાનોનું સ્વપ્ન હોય છે અને જો તમે પણ ભારતીય સેનામાં ઓફિસર બનવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જો તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોય તો ભારતીય સેનામાં ઓફિસર બનવા માટે આ એક સારી તક છે. ભારતીય સેનાએ તેના માટે 140મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-140) માટેની જગ્યાઓ બહાર પાડી છે. જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોવ તો તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતીય સેનાએ આ ભરતી માટે કુલ 30 જગ્યાઓ માટે અરજી મગાવી છે. આ પોસ્ટ માટે 9 મે સુધી અરજી સ્વીકારવામાં આવશે.
ભારતીય સેનાએ આ જગ્યાઓ માટે જાહેરાત કરી
સિવિલ- 07 જગ્યાઓ
કોમ્પ્યુટર સાયન્સ- 07 જગ્યાઓ
ઇલેક્ટ્રિકલ- 03 જગ્યાઓ
ઈલેક્ટ્રોનિક્સ- 04 જગ્યાઓ
મિકેનિકલ- 07 જગ્યાઓ
વિવિધ એન્જિનિયરિંગ સ્ટ્રીમ- 02 જગ્યાઓ
વય મર્યાદા
ભારતીય આર્મીની આ ભરતી હેઠળ અરજી કરવા માંગતા હોય તેમના અરજીની તારીખ સુધીમાં 20 વર્ષ પુરા થયા હોવા જોઈએ. તેમજ ઉંમર 27 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ.
લાયકાત
ઓફિશિયલ જાહેરાત મુજબ ઉપરોક્ત જગ્યા પર અરજી કરવા માંગતા તમામ ઉમ્મેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી ફરજિયાત છે.
પગાર ધોરણ
ભારતીય સેનામાં જે પણ ઉમ્મેદવારની પસંદગી કરવામાં આવશે, તેને નીચે મુજબનો પગાર આપવામાં આવશે.
ભારતીય આર્મીની ભરતી નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ભારતીય આર્મી ભરતી 2024 માટે અરજી કરવા માટેની લિંક
સિલેક્શન પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી SSB ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તેના માટે કટઓફ ટકાવારીના આધારે માત્ર શોર્ટલિસ્ટેડ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.








