મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

અગ્નિવીરવાયુ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, 12 ધોરણ પાસ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા ઉમેદવારો IAF અગ્નવીરવાયુ ભરતી 2024 માટે અરજી કરી શકે છે. આ માટે રજીસ્ટ્રેશન

અગ્નિવીરવાયુ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, 12 ધોરણ પાસ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા ઉમેદવારો IAF અગ્નવીરવાયુ ભરતી 2024 માટે અરજી કરી શકે છે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2024 છે. જે ઉમેદવારો આ ભરતીઓ માટે ફોર્મ ભરવા માંગે છે તેઓએ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે.

આ વેબસાઈટ પરથી ફોર્મ ભરો

ભારતીય વાયુસેનાની અગ્નિવીરવાયુ ભરતી માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે. આ માટે, સત્તાવાર વેબસાઈટનું agnipathvayu.cdac.in ની મુલાકાત લો. આ વેબસાઈટ પરથી તમે ભરતીની વિગતો પણ જાણી શકો છો.

આ દિવસે પરીક્ષા લેવામાં આવશે

ભારતીય વાયુસેનાની અગ્નિવીરવાયુ ભરતી માટેની અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28મી જુલાઈ છે. આ તારીખે 11 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા 18 ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવશે.

અરજી કોણ કરી શકે છે?

IAFની અગ્નિવીરવાયુ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે મેથ્સ, ફિઝીક્સ અને ઈંગ્લિશ વિષય સાથે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા સાથે 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. આ સાથે, તેણે ઈંગ્લિશ વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ પણ હોવા જોઈએ.

આ સિવાય જો તમે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલોજી, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી જેવી કોઈપણ એન્જીનીયરીંગ બ્રાન્ચમાંથી 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો પણ તમે અરજી કરી શકો છો. આમાં પણ, જો તમને તમારા ઓછામાં ઓછા 50 ટકા હોય અને ઈંગ્લિશમાં પણ ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોય તો જ તમે અરજી કરી શકો છો. આ કોર્સ માન્ય પોલિટેકનિક સંસ્થામાંથી કરેલો હોવો જરૂરી છે. આ બહતી માટે વય મર્યાદા 21 વર્ષ છે.

અરજી ફી

અરજી કરવા માટે ઉમેદવારોએ 550 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ચુકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ વગેરે દ્વારા કરી શકાય છે.

પસંદગી કેવી રીતે થશે?

આ જગ્યાઓ પર પસંદગી ત્રણ તબક્કાની પરીક્ષા બાદ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. બીજા તબક્કામાં, ઓનલાઈન પરીક્ષા, ફિઝીકલ ફિટનેસ ટેસ્ટ અને એડેપટેબિલિટી ટેસ્ટ વન અને ટુ હશે. ત્રીજા તબક્કામાં મેડિકલ ટેસ્ટ થશે. તમામ તબક્કામાં પાસ થનાર ઉમેદવારોની પસંદગી અંતિમ ગણાશે.

આ સમાચાર શેર કરો