મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

સરકારી નોકરી: બેંકમાં 9000થી વધુ જગ્યા માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બેન્કિંગ પર્સનલ સિલેક્શન ઇન્સ્ટિટ

સરકારી નોકરી: બેંકમાં 9000થી વધુ જગ્યા માટે ઓનલાઈન અરજી શરૂ, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બેન્કિંગ પર્સનલ સિલેક્શન ઇન્સ્ટિટ્યૂટ IBPSએ દેશભરની પ્રાદેશિક ગ્રામીણ બેંક (RRB)માં ક્લાર્ક અને POની જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. કુલ 9923 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. 

પ્રાદેશિક ગ્રામીણ બેંક RRBમાં મલ્ટીપર્પઝ ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક)ની 5585 જગ્યા, ઓફિસર સ્કેલ-I,ની 3499 જગ્યા અને ઓફિસર સ્કેલ-IIIની 129 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી 7 જૂનથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને અરજી કરી શકે છે. અરજી અને ફી ચૂકવવાની છેલ્લી તારીખ 27 જૂન 2024 છે. પ્રિલિમ પરીક્ષા ઓગસ્ટ 2024માં લેવામાં આવશે

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી 

સ્ટેપ 1: સૌ પ્રથમ IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
સ્ટેપ 2: હોમપેજ પર IBPS RRB ભરતી 2024 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં પૂછવામાં આવેલી જરૂરી વિગતો ભરીને નોંધણી કરો.
સ્ટેપ 4: હવે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.
સ્ટેપ 5: લોગ ઇન કર્યા પછી, અરજી ફોર્મ ભરો અને ફી જમા કરો.
સ્ટેપ 6: સબમિટ પર ક્લિક કરતા પહેલા તમામ વિગતોને ક્રોસ ચેક કરો. 

જનરલ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ભરવી પડશે

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 850 અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા છે. ઉપરાંત, અરજીની રકમ ચૂકવવાની અને ફોર્મ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ અનુક્રમે 27 જૂન અને 12 જુલાઈ છે.

પસંદગીની પ્રક્રિયા

પ્રારંભિક લેખિત પરીક્ષા: તમામ પોસ્ટ માટે લાગુ.
મુખ્ય લેખિત પરીક્ષાઃ ઓફિસર સ્કેલ-I અને ઓફિસ આસિસ્ટન્ટ માટે.
ઇન્ટરવ્યુ: ઓફિસર સ્કેલ- I, II અને III માટે.

આ સમાચાર શેર કરો