JOB / IBPS POની મેઈન્સનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ POની મેઈન્સ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ પરીક્ષામાં બે

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS એ POની મેઈન્સ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ પરીક્ષામાં બેસવા જઈ રહેલા તમામ ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોએ તેમના રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. પરીક્ષા 30મી નવેમ્બરે લેવામાં આવશે.
આ પણ વાંચો: Career Tips / કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટ મેળવવું બની જશે સરળ, બસ આ બાબતો પર આપો ધ્યાન
એડમિટ કાર્ડ એક આવશ્યક ડોક્યુમેન્ટ છે અને તેને પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાનું ભૂલશો નહીં, કારણ કે તેના વિના તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની અથવા પરીક્ષામાં બેસવાની મંજૂરી નહીં આપવામાં આવે. સત્તાવાર નોટિફિકેશન અનુસાર, એડમિટ કાર્ડ વેબસાઈટ પર 30 નવેમ્બર 2024 સુધી ઉપલબ્ધ રહેશે.
IBPS એ 21મી નવેમ્બરે POની પ્રિલિમ્સનું પરિણામ જાહેર કર્યું હતું. ફક્ત તે જ ઉમેદવારો જેમણે આ પરીક્ષામાં કટ-ઓફથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેઓ જ મેઈન્સનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા અને મેઈન્સમાં બેસવા માટે પાત્ર હશે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌથી પહેલા IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જાઓ.
- પછી હોમપેજ પર ‘IBPS PO Mains Admit Card Link’ શોધો અને તેના પર ક્લિક કરો.
- તે પછી, નવું પેજ ખુલશે તેમાં જરૂરી વિગતો દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કરવાનું ભૂલશો નહીં.
- આ પછી 'લોગિન' પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે.
- બધી વિગતો તપાસો અને તેને ડાઉનલોડ કરો.
પરીક્ષાની પેટર્ન શું છે?
IBPS POની મેઈન્સનું પેપર પાંચ અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલું હશે, જેમાં અંગ્રેજી ભાષા, જનરલ/ઈકોનોમિક/બેંકિંગ અવેરનેસ, રિઝનીંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ, ડેટા એનાલિસિસ અને ઈન્ટરપ્રિટેશન, લેટર રાઈટિંગ અને એસે રાઈટિંગનો સમાવેશ થાય છે.
જેમાં રિઝનીંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ, અંગ્રેજી ભાષા તેમજ ડેટા એનાલિસિસ અને ઈન્ટરપ્રિટેશન માટેની પરીક્ષા વિભાગ A અને વિભાગ B એમ બે વિભાગમાં લેવામાં આવશે. અહીં એ નોંધવું અગત્યનું છે કે બંને વિભાગ (A અને B) માં દરેક પ્રશ્ન ફરજિયાત છે. આ ઉપરાંત પરીક્ષામાં બે માર્ક્સના કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવશે.








