સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, IBPS ક્લાર્કની 6128 જગ્યાઓ પર થશે ભરતી, આ રીતે કરો અરજી
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ તેની વેબસાઇટ પર 11 જાહેર ક્ષેત્રની બેંકો માટે ક્લાર્કની પ

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ તેની વેબસાઇટ પર 11 જાહેર ક્ષેત્રની બેંકો માટે ક્લાર્કની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી દ્વારા કુલ 6128 ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે IBPS દર વર્ષે બેંક પીઓ, ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓ માટે ભરતી કરે છે. અહીં જાણો IBPS ક્લાર્ક ભરતી 2024 માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી.
અરજી કરવાની છેલ્લી તારીખ
IBPS એ 30મી જૂને CRP ક્લાર્ક-XIV માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ઓનલાઈન પોર્ટલ દ્વારા આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 1 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને 21 જુલાઈ, 2024 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ઉમેદવારોએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે.
કઈ બેંકો ભરતીમાં ભાગ લેશે?
બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, UCO બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક.
અરજી કરવાની પાત્રતા
અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતક થયેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે. IBPS ભરતી માટે અરજી કરવા માટે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ 850 રૂપિયા ચૂકવવા પડશે અને અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે 175 રૂપિયા ચૂકવવા પડશે.
અરજી પ્રક્રિયા
- IBPSની સત્તાવાર વેબસાઇટ www.ibps.in ની મુલાકાત લો
- વેબસાઈટ પર CRP ક્લાર્ક-XIVના નોટિફિકેશન પર ક્લિક કરો.
- અરજી કરવા માટે રજીસ્ટ્રેશન કરો.
- જરૂરી માહિતી ભરીને, માંગેલા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી ફી જમા કરો.
- છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લો.
IBPS ભરતી ક્યારે થશે?
આ ભરતીની પ્રિલિમ્સ 24, 25 અને 31 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે. પ્રિલિમ્સનું પરિણામ સપ્ટેમ્બર 2024માં જાહેર થશે. ત્યારબાદ મેઈન્સ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2024માં યોજાઈ શકે છે. તેની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પ્રોવિઝનલ એલોટમેન્ટ લિસ્ટ એપ્રિલ 2025માં બહાર પાડવામાં આવશે.








