IBPS ક્લાર્કની પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરાયું, આ રીતે કરી શકો છો ડાઉનલોડ
IBPSએ 10મી, 17મી, 18મી ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલી IBPS RRB ક્લાર્કની પ્રિલિમ્સનું ગઈકાલે પરિણામ જાહેર કર્યું છે. પરીક

IBPSએ 10મી, 17મી, 18મી ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલી IBPS RRB ક્લાર્કની પ્રિલિમ્સનું ગઈકાલે પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ એટલે કે ibps.in પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે.
જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ તેમની લોગિન ડીટેલ્સનો ઉપયોગ કરીને તેમનું પરિણામ ચકાસી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ મેઈન્સ આપવી પડશે.
આ રીતે ચેક કરો પરિણામ
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ ibps.in પર જાઓ.
- હોમપેજની ડાબી બાજુએ દેખાતા "CRP RRB" પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે "સામાન્ય ભરતી પ્રક્રિયા – પ્રાદેશિક ગ્રામીણ બેંક તબક્કો XIII" ટેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “CRP-RRB-XIII-ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિપર્પઝ) માટે ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામની સ્થિતિ” પર ક્લિક કરો.
- તમારો રજીસ્ટ્રેશન નંબર/રોલ નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ દાખલ કરો.
- સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ કાળજીપૂર્વક દાખલ કરો.
- તમારું IBPS RRB ક્લાર્ક પરિણામ તપાસવા માટે "લોગિન" બટન પર ક્લિક કરો.
- હવે તમારું પરિણામ સ્ક્રીન પર દેખશે. તેને ડાઉનલોડ કરો.
- ભાવિ સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટઆઉટ લો.
મેઈન્સની તારીખ
RRB ક્લાર્ક પ્રિલિમ્સ કટ ઓફ માર્ક્સ અને સ્કોરકાર્ડ એક અઠવાડિયાની અંદર એટલે કે ઓક્ટોબર 2024ના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવશે. પ્રિલિમ્સમાં ક્વોલિફાય થયા પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ RRB ક્લાર્કની મેઈન્સ માટે હાજર રહેવું પડશે. જે IBPS કેલેન્ડર 2024 મુજબ 6ઠ્ઠી ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવશે.
મેઈન્સ પણ ઓનલાઈન લેવામાં આવશે. જેમાં રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ડેટા ઈન્ટરપ્રિટેશન, ફાયનાન્સિયલ અવેરનેસ, અંગ્રેજી/હિન્દી ભાષા અને કોમ્પ્યુટર નોલેજના 200 MCQનો સમાવેશ થાય છે. પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે.






