મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

JOB / 12 પાસ માટે પરીક્ષા વિના આર્મીમાં જોડાવાની સુવર્ણ તક, આટલો મળશે પગાર

આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેનાની 10+2 ટેક

JOB / 12 પાસ માટે પરીક્ષા વિના આર્મીમાં જોડાવાની સુવર્ણ તક, આટલો મળશે પગાર

આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેનાની 10+2 ટેકનિકલ એન્ટ્રી સ્કીમ 53નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે, જે 5 નવેમ્બર સુધી ચાલશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in દ્વારા અરજી કરી શકે છે. જે ઉમેદવારોએ 12મું પાસ કર્યું હોય અને JEE મેઈન્સ આપી છે તેમના માટે અરજી કરવાની આ સારી તક છે.

આ આર્મી રિક્રુટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 90 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પસંદગી થયા પછી, ઉમેદવારોને પાંચ વર્ષ માટે ટ્રેનીંગ આપવામાં આવશે. આમાં ચાર વર્ષનો કોર્સ ચલાવવામાં આવશે. ચાર વર્ષના કોર્સ બાદ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે લેફ્ટનન્ટનો દરજ્જો અને કાયમી કમિશન આપવામાં આવશે. આ કોર્સ જુલાઈ 2025માં ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA), દેહરાદૂનમાં શરૂ થશે.

કોણ અરજી કરી શકે છે?

માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ (PCM) સાથે 12 ધોરણમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા આવશ્યક છે. તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા એટલે કે JEE Mains 2024 પણ આપી હોવી જોઈએ. જો વય મર્યાદા વિશે વાત કરીએ, તો 1 જુલાઈ, 2025 ના રોજ પાત્ર અરજદારોની ઉંમર ઓછામાં ઓછી સાડા 16 વર્ષ અને વધુમાં વધુ સાડા 19 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

પાત્રતા ધરાવતા અરજદારોને SSB ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ મેડિકલ ટેસ્ટ આપવી પડશે. શોર્ટલિસ્ટ માટેના માર્ક્સનો કટ-ઓફ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. SSB ઈન્ટરવ્યુ જાન્યુઆરીથી માર્ચ 2025 સુધી ચાલશે. આ માટે ઈન્ટરવ્યુની તારીખ પસંદ કરવાની તક ડિસેમ્બરમાં ઓનલાઈન વિન્ડો દ્વારા આપવામાં આવશે.

આટલું સ્ટાઈપેન્ડ મળશે

ચાર વર્ષની ટ્રેનીંગ દરમિયાન, ઉમેદવારોને 56100 રૂપિયાનું ટ્રેનીંગ સ્ટાઈપેન્ડ મળશે. આ પછી, કમિશન્ડ ઉમેદવારોને પગાર સ્તર-10 હેઠળ 17થી 18 લાખ રૂપિયા (વાર્ષિક) પગાર આપવામાં આવશે. ઉમેદવારો ભરતી સંબંધિત વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર જાઓ.
  • હોમપેજ પર 'Officer Entry Apply/Login' પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટજો અપલોડ કરો અને ફી જમા કરો.
  • તમારું ફોર્મ સબમિટ કરો અને વધુ સંદર્ભ માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

આ સમાચાર શેર કરો