મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

Career In Teaching / શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો 12મા પછી કરો આ કોર્સ

દેશભરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. જેના કારણે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં પાસ થવા જઈ

Career In Teaching / શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો 12મા પછી કરો આ કોર્સ

દેશભરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. જેના કારણે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં પાસ થવા જઈ રહ્યા છે તેઓ મુંઝવણમાં મુકાઈ ગાય છે કે તેમણે 12મું પાસ કરીને આગળ શેનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે ઘણા વિદ્યાર્થીઓએવા છે જેમણે નક્કી કરી લીધું છે કે તેમને ક્યા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે.

આવી સ્થિતિમાં જો તમે 12મું પાસ કર્યા પછી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચાર્યું છે, તો તે માટે ઘણા કોર્સ ઉપલબ્ધ છે જેમાં તમે એડમિશન લઈ આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી શકો છો. આ માટે તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી લેવાની પણ જરૂર નથી, કારણ કે આ કોર્સથી તમને શિક્ષકની લાયકાતની સાથે તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રીની ઓળખ પણ મળશે.

આ કોર્સ કરો

જો તમે 12મું પાસ કર્યા પછી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો, તો તમે B.El.Ed, D.El.Ed, BA B.Ed, B.Sc B.Ed પૈકીના કોર્સમાંથી કોઈપણમાં પ્રવેશ મેળવી શકો છો. આ તમામ કોર્સમાં પ્રવેશ માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું જોઈએ. આમાં B.El.Ed, BA B.Ed અને B.Sc B.Ed ચાર વર્ષના કોર્સ છે જ્યારે D.El.Ed બે વર્ષનો કોર્સ છે.

પ્રવેશ કેવી રીતે મળશે

B.El.Ed/BA B.Ed/B.Sc B.Ed કોર્સમાં પ્રવેશ માટે રાજ્યો દ્વારા પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય D.El.Ed કોર્સમાં પ્રવેશ માટે ઘણા રાજ્યોમાં પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ મેરિટના આધારે પણ પ્રવેશ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે B.Ed કરેલા ઉમેદવારો 6થી 8 ધોરણમાં ભણાવવાની લાયકાત ધરાવે છે. તેવી જ રીતે, B.El.Ed ડિગ્રી મેળવનાર ઉમેદવારો 6 વર્ષથી વધુ ઉંમરના અને 12 વર્ષથી નીચેના બાળકોને ભણાવવાની લાયકાત ધરાવે છે. જ્યારે D.El.Ed કરેલા ઉમેદવારો પ્રાથમિક શાળાઓમાં ભણાવવાની લાયકાત ધરાવે છે.

આ સમાચાર શેર કરો