મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

હેલ્થ મિનિસ્ટ્રીમાં ઓફિસર બનવાની શાનદાર તક, 800થી વધુ પોસ્ટ પર થશે ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

હેલ્થ મિનિસ્ટ્રીમાં ઓફિસરની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જે ઉમેદવારો આ પદોથી સંબંધિત લા

હેલ્થ મિનિસ્ટ્રીમાં ઓફિસર બનવાની શાનદાર તક, 800થી વધુ પોસ્ટ પર થશે ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

હેલ્થ મિનિસ્ટ્રીમાં ઓફિસરની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જે ઉમેદવારો આ પદોથી સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ માટે 10મી એપ્રિલથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ પોસ્ટ માટે 30 એપ્રિલ અથવા તે પહેલા અરજી કરી શકે છે.

યુપીએસસીની આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 827 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે હેલ્થ મિનિસ્ટ્રીમાં નોકરી મેળવવા ઈચ્છો છો, તો નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચો.

આ જગ્યાઓ પર ભરતી થશે

  • મેડીકલ ઓફિસર
  • આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર
  • જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર
  • જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર ગ્રેડ 2

વય મર્યાદા

જે ઉમેદવારો UPSCની આ ભરતી હેઠળ અરજી કરવા ઈચ્છે છે, તે ઉમેદવારોની ઉંમર 1 ઓગસ્ટ, 2024ના રોજ 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે.

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો UPSCની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી M.B.B.Sની ડિગ્રી હોવી જોઈએ.

આ રીતે અરજી કરો

  • UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર UPSC CMS પરીક્ષા 2024 લિંક પર ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે.
  • આ પછી, રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
  • ફોર્મ ભર્યા પછી, એપ્લિકેશન ફી ચૂકવો.
  • આ પછી ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મની હાર્ડ કોપી તમારી પાસેરાખો.

આ સમાચાર શેર કરો